જે ક્ષણે તમને પસંદ ન કરવામાં આવે એ જ ક્ષણે તમે તમારું સ્ટારડમ ગુમાવી દો છો. એ બાબતમાં ઇન્ડસ્ટ્રી ખૂબ કઠોર છે. જોકે સાથે જ એના ઘણા લાભ પણ છે.
ઍક્ટર્સને જે દિવસે લોકો ન પસંદ કરે ત્યારે તેમનું સ્ટારડમ પતી જાય છે : ઇલિઆના ડિક્રુઝ
ઇલિઆના ડિક્રુઝ કહે છે કે તમે ચાહો છો કે લોકો તમને જુએ. ઇલિઆના બૉલીવુડ અને સાઉથમાં ખાસ્સી સક્રિય છે. તેનું એમ પણ માનવું છે કે ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવું એ ખરેખર ભયાવહ સ્થાન છે. તે ‘અનફેર ઍન લવલી’માં જોવા મળવાની છે. ફિલ્મમાં હરિયાણાની સ્ટોરી દેખાડવામાં આવશે. તેની સાથે રણદીપ હુડા લીડ રોલમાં જોવા મળશે. ઇન્ડસ્ટ્રી વિશે પોતાના વિચારો માંડતાં ઇલિઆનાએ કહ્યું હતું કે ‘ફિલ્મ ઇન્ડસ્ટ્રી નિષ્ઠુર છે. જોકે એ લોકો પર પણ આધાર રાખે છે. તમે ચાહો છો કે લોકો તમને પસંદ કરે. તમારી ઇચ્છા હોય છે કે લોકો તમને જુએ. આ મારી સાથે પણ થાય છે. મને જો કોઈ ઍક્ટર ન પસંદ હોય તો હું તેને નહીં જોઉં. જે ક્ષણે તમને પસંદ ન કરવામાં આવે એ જ ક્ષણે તમે તમારું સ્ટારડમ ગુમાવી દો છો. એ બાબતમાં ઇન્ડસ્ટ્રી ખૂબ કઠોર છે. જોકે સાથે જ એના ઘણા લાભ પણ છે.’
ઍક્ટિંગને તે એક સિક્કાની બે બાજુ માને છે. એ વિશે ઇલિઆનાએ કહ્યું હતું કે ‘તમારી સાથે બધું જ સારું થાય એવું જરૂરી નથી. થોડો ઉતાર-ચડાવ પણ આવે છે. એ જ બાબત ઇન્ટરેસ્ટિંગ લાગે છે. એનાથી તમે સખત મહેનત કરો છો. તમે સારો પર્ફોર્મન્સ આપવા માટે સતત પ્રયાસ પણ કરો છો.’