આયુષ શર્માની આગામી ફિલ્મ ‘રુસલાન’ને લઈને દિલ્હી કોર્ટે તેને નોટીસ મોકલી છે. આ ફિલ્મ ૯ જૂને રિલીઝ થવાની છે. થોડા સમય પહેલા જ એનો પોસ્ટર શૅર કરવામાં આવ્યો હતો
ફાઇલ તસવીર
આયુષ શર્માની આગામી ફિલ્મ ‘રુસલાન’ને લઈને દિલ્હી કોર્ટે તેને નોટીસ મોકલી છે. આ ફિલ્મ ૯ જૂને રિલીઝ થવાની છે. થોડા સમય પહેલા જ એનો પોસ્ટર શૅર કરવામાં આવ્યો હતો. ત્યારથી જ ફિલ્મ પર વિવાદના વાદળ છવાઈ ગયા હતા. આ ફિલ્મમાં તેની સાથે મૌસમી ચૅટરજીની દીકરી મેઘા ચૅટરજી પણ જોવા મળશે. કે. કે. રાધામોહને આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે અને કાત્યાયન શિવપુરીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મના પ્રોડ્યુસરને પણ કોર્ટે નોટીસ ફટકારી છે. સામાજિક કાર્યકર્તા જગદીશ શર્મા અને ઍક્ટર રાજવીર શર્માએ ‘રુસલાન’ની રિલીઝને અટકાવવા માટે કોર્ટમાં અપીલ કરી હતી. તેમનું કહેવુ છે કે ૨૦૦૯માં ‘રુસલાન’ રિલીઝ થઈ હતી. એને જગદીશ શર્માએ પ્રોડ્યુસ અને રાજવીર શર્માએ કામ કર્યું હતું. તેમનો આરોપ છે કે ફિલ્મની સ્ટોરી અને ડાયલૉગ્સની કૉપી કરવામાં આવી છે.