ગંગુબાઈ કાઠિયાવાડીને લઈને શરૂ થયો વિવાદ
ગંગુબાઈ કાઠિયાવાડીને લઈને શરૂ થયો વિવાદ
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને લઈને વિવાદ શરૂ થયો છે. મહારાષ્ટ્ર કૉન્ગ્રેસ એમ.એલ.એ. અમીન પટેલે આ ફિલ્મનું નામ બદલવા માટેની ડિમાન્ડ કરી છે. કાઠિયાવાડના લોકોની લાગણી દુભાઈ હોવાથી આ નામ બદલવાનું કહેવામાં આવ્યું છે. સંજય લીલા ભણસાલીની ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ કન્ટ્રોવર્સીનો ભોગ બની છે. તેમની આગામી ફિલ્મને લઈને પણ હવે કન્ટ્રોવર્સી ઊભી થઈ છે. હુસેન ઝાઈદની બુક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ના એક ચૅપ્ટર પરથી આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ૧૯૬૦ના દાયકામાં કામાઠીપુરામાં ગંગુબાઈ કાઠિયાવાડીનું રાજ હતું. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ગંગુબાઈનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મના નામ વિશે વાંધો ઉઠાવતાં અમીન પટેલે કહ્યું હતું કે ‘૧૯૫૦ના દાયકામાં જે કામાઠીપુરા હતું હવે એવું નથી રહ્યું. ત્યાંની મહિલાઓ હવે વિવિધ ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ફિલ્મનું નામ કાઠિયાવાડ સિટીની ઇમેજને નુકસાન કરી રહ્યું છે. ફિલ્મનું નામ બદલાવું જોઈએ.’

