સંજય લીલા ભણસાલીને આવી રીતે બર્થ-ડે વિશ કર્યું
સંજય લીલા ભણસાલીને આવી રીતે બર્થ-ડે વિશ કર્યું
અદિતિ રાવ હૈદરીએ ગઈ કાલે સંજય લીલા ભણસાલીના બર્થ-ડે નિમિત્તે શુભેચ્છા આપતાં તેમની ખૂબ પ્રશંસા કરી હતી. સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી’માં અદિતિ દેખાવાની છે. સંજય લીલા ભણસાલીનું નામ આવતાં જ તેમની ફિલ્મોના ભવ્ય સેટ આંખ સામે આવી જાય છે. તેમણે બનાવેલી ફિલ્મો આજે પણ યાદગાર છે. તેમણે ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘દેવદાસ’, ‘બ્લૅક’, ‘સાંવરિયા’, ‘બાજીરાવ મસ્તાની’, ‘ખામોશી’, ‘પદ્માવત’, ‘ગોલિયોં કી રાસલીલા : રામલીલા’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જેવી ફિલ્મો બનાવી હતી. ‘હીરામંડી’ના સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અદિતિએ કૅપ્શન આપી હતી, ‘હૅપી બર્થ-ડે માય ડિયરેસ્ટ સંજય સર. અમારા માટે અવિરત પ્રેરણાસ્રોત બનવા માટે આભાર. તમારા જિનીયસ માઇન્ડ, પ્રેમથી છલકાતા દિલ અને અમને હાર ન માનવા દેવા માટે તમારો આભાર. તમારા ઉગ્ર જુનૂન, અદ્ભુત શિક્ષક બનવા માટે, અંતહીન સુંદરતા, માહિતી, હાસ્ય, સંગીત, ડાન્સ, સૌથી સ્વાદિષ્ટ ઘરના નાસ્તા માટે; જે અમારા માટે અક્ષય પાત્ર સમાન છે એના માટે આભાર. સૌથી અગત્યનું તમારા પ્રેમ અને વિશ્વાસ માટે ધન્યવાદ. સંજય સર તમે જેવા છો એના માટે ધન્યવાદ. આશા છે તમને જે લોકો અને વસ્તુ પસંદ છે તમે હંમેશાં એનાથી ઘેરાયેલા રહો. લવ યુ સર.’