ઇફ્તાર પાર્ટીમાં હાજરી આપવા બદલ સોશ્યલ મીડિયામાં ટ્રોલ થતાં અદા શર્માએ કહ્યું...
અદા શર્મા
અદા શર્માનું કહેવું છે કે ટેરરિસ્ટ વિલન હોય છે નહીં કે મુસ્લિમો. તેણે હાલમાં ઇફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી. તેને ટ્રોલ કરતાં એક યુઝરે ટ્વીટ કર્યું હતું કે ‘તે ફ્રૉડ છે. એક દિવસ તેના જેવા લોકો માટે મુસ્લિમ વિલન હોય અને તેમની વિરુદ્ધ ફિલ્મો બનાવે છે. એક દિવસ તેમને માટે મુસ્લિમ સારી વ્યક્તિ હોય છે, કારણ કે તેમને બિરયાની માટે આમંત્રિત કરવામાં આવે છે.’
આ ટ્વીટનો જવાબ આપતાં અદાએ ટ્વીટ કર્યું, ‘ડિયર સર, એક દિવસ માટે નહીં, પરંતુ હંમેશાં ટેરરિસ્ટ વિલન હોય છે, નહીં કે મુસ્લિમ.’

