Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તેલુગુ ફિલ્મની હિન્દી રીમેકમાં કદાચ કાર્તિક આર્યનની મમ્મીનો રોલ કરશે મનીષા કોઇરાલા?

તેલુગુ ફિલ્મની હિન્દી રીમેકમાં કદાચ કાર્તિક આર્યનની મમ્મીનો રોલ કરશે મનીષા કોઇરાલા?

Published : 25 June, 2021 01:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેલુગુ ફિલ્મ ‘અલા વૈકુંઠપૂરમુલ્લુ’ની હિન્દી રીમેકમાં કાર્તિક આર્યનની મમ્મીનો રોલ મનીષા કોઇરાલા અને પપ્પાની ભૂમિકા પરેશ રાવલ ભજવે એવી શક્યતા છે.

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન


તેલુગુ ફિલ્મ ‘અલા વૈકુંઠપૂરમુલ્લુ’ની હિન્દી રીમેકમાં કાર્તિક આર્યનની મમ્મીનો રોલ મનીષા કોઇરાલા અને પપ્પાની ભૂમિકા પરેશ રાવલ ભજવે એવી શક્યતા છે. જોકે હજી સુધી મનીષા વતી કોઈ નિવેદન નથી કરવામાં આવ્યું. તેણે હજી સુધી ફિલ્મ પણ સાઇન નથી કરી. ૨૦૨૦માં આવેલી આ તેલુગુ ફિલ્મમાં અલ્લુ અર્જુન લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ખૂબ હિટ રહી હતી. એમાં તબુ પણ જોવા મળી હતી. કાર્તિક આર્યનની ‘ભૂલભુલૈયા 2’માં તબુ પણ દેખાશે. એથી આ તેલુગુ ફિલ્મની હિન્દી રીમેકમાં મેકર્સની ઇચ્છા તેમને ફરી રિપીટ ન કરે. આ રીમેકને એકતા કપૂર પ્રોડ્યુસ કરશે અને વરુણ ધવનનો ભાઈ રોહિત ધવન ડિરેક્ટ કરશે. એવી પણ ચર્ચા છે કે કાર્તિક સાથે ક્રિતી સૅનન જોડી જમાવશે.


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2021 01:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK