લ્યો આ રાક્ષસી તો આયુષ્માન ખુરાનાની સાસુ નીકળી
અશોકવાટિકામાં સીતાનું ધ્યાન રાખતી હતી રાક્ષસી
આજકાલ કોરોના વાઇરસની જેટલી ચર્ચા છે એટલી જ ચર્ચા બીજી કોઇ વાતની હોય તો એ છે રામાનંદ સાગરની રામાયણ. રામાયણનું એકએએક પાત્ર ચર્ચાનો વિષય બની રહ્યું છે ત્યારે એક ચોંકાવનારી હકીકત એ છે કે અશોક વાટિકામાં જે રાક્ષસી ત્રિજટાનું પાત્ર ભજવનાર અભિનેત્રી છે તે વાસ્તવિકત જિંદગીમાં આયુષ્યમાન ખુરાનાનાં સાસુ છે.
ADVERTISEMENT
અશોક વાટિકામાં સીતાને અપહરણ બાદ રાવણે રાખ્યા હતા અને ત્યાં અલગ અલગ રાક્ષસીઓ તેની સેવામાં હાજર રહેતી. ત્રિજટા નામની રાક્ષસી સીતાનું ધ્યાન રાખતી અને તે રાક્ષસ કુળમાં જન્મી હોવા છતાં પણ તે કોમળ હ્રદયની રાક્ષસી હતી અને તે સીતાને સતત સાંત્વના આપતી.
ત્રિજટાનો રોલ જેણે અનુભવ્યો હતો તે અનિતા કશ્યપ આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપની મમ્મી છે. અનિતા કશ્યપ હવે તો લાઇમલાઇટથી દૂર રહેવાનું જ પસંદ કરે છે પણ તાહિરા પોતાની મમ્મીની તસવીરો શેર કર્યા છે.
આયુષ્યમાન ખુરાના અને તાહિરાનાં લગ્નને 12 વર્ષ થયાં છે અને આજ સુધી બેમાંથી કોઇ પણ આ અંગે વાત નથી કરી.

