Tejas Teaser: દળદાર અભિનેત્રી કંગના રણોતની નવી ફિલ્મ `તેજસ`નું ટીઝર આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે કંગનાનો ફાઈટર પાઈલટ અવતાર પણ તેના જેવો જ દળદાર છે.
કંગના રણોતનો તેજસ લુક (સૌજન્ય મિડ-ડે)
Tejas Teaser: દળદાર અભિનેત્રી કંગના રણોતની નવી ફિલ્મ `તેજસ`નું ટીઝર આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે કંગનાનો ફાઈટર પાઈલટ અવતાર પણ તેના જેવો જ દળદાર છે. જો કે, ટીઝર વીડિયોમાં ફિલ્મની સ્ટોરીનો ખાસ ખ્યાલ નથી આવતો. પણ આનો બેકગ્રાઉન્ડ મ્યૂઝિક અને કંગનાની શાનદાર વૉક જોવા જેવી છે.
દેશની ટેલેન્ટેડ એક્ટ્રેસમાંની એક કંગના રણોત આ વખતે એકદમ અલગ અવતારમાં દર્શકો સામે આવવાની છે. ગાંધી જયંતીના અવસરે કંગનાની આગામી ફિલ્મ `તેજસ`નું ટીઝર રીલિધ કરી દેવામાં આવ્યું છે. આ ટીઝરમાં કંગના રણોતનો ફાઈટર પાઈલટ આવતાર તમારા રૂંવાટા ઊભા કરી શકે છે.
ADVERTISEMENT
ટીઝર સાથે મેકર્સે `તેજસ`ની નવી રિલીઝ ડેટ પણ શૅર કરી દીધી છે. પહેલા કંગનાની ફિલ્મ 20 ઑક્ટોબર માટે શેડ્યૂલ કરી હતી. હવે ટીઝર સાથે મેકર્સે ફિલ્મની નવી રિલીઝ ડેટ 27 ઑક્ટોબર જાહેર કરી છે. 20 તારીખ રિલીઝ થવા પર આનું ક્લેશ ટાઈગર શ્રૉફની ફિલ્મ `ગણપત` સામે થઈ રહ્યો હતો. પણ હવે એક અઠવાડિયું ટાળ્યા બાદ `તેજસ`ની સામે બીજી કોઈ મોટી ફિલ્મ નહીં હોય.
આકાશમાંથી આગ વરસાવશે કંગના
`તેજસ`નું ટીઝર ભારતીય વાયુસેના બેઝ જેવી જગ્યાએથી શરૂ થાય છે. ફાઈટર પાઈલટના યુનિફોર્મમાં સજ્જ કંગના તેના ગળામાં ટેગ્સ પહેરીને ફ્લાઈટ માટે તૈયાર થતી જોવા મળે છે. તેના ફાઈટર જેટની એક ઝલક પણ જોવા મળે છે, જેની તરફ તે ખૂબ જ આત્મવિશ્વાસથી ચાલતી જોવા મળે છે.
કંગનાની આ વૉક અને આની સાથે ચાલતું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક ખૂબ જ દળદાર લાગે છે. ટીઝરમાં એક નરેશન પણ સંભળાય છે-
જરૂરી નથી કે દરવખતે વાતચીત થવી જોઈએ
જંગના મેદાનમાં હવે જંગ થવી જોઈએ
થઈ ગયું છે મારા વતન પર ઘણું સિતમ
હવે તો આકાશમાંથી વરસાદ નહીં, પણ આગ વરસવી જોઈએ!
આ લાઈનો ટીઝરના માહોલને ખૂબ જ દળદાર બનાવે છે. `તેજસ`ના ટીઝરમાં ફિલ્મની સ્ટોરી સાથે જોડાયેલું તો કંઈક રિવીલ નથી કરવામાં આવ્યું. સંપૂર્ણ ફોકસ કંગનાના કેરેક્ટર પર છે, જેનું નામ `તેજસ ગિલ` છે.
Tejas Teaser: વૉક કરતી કંગનાના સનગ્લાસમાં જોઈ શકાય છે કે તે જે જેટની પાઈલટ છે તે ભારતીય વાયુસેનાની શાન, તેજસ સુપરસૉનિક ફાઈટર ઍરક્રાફ્ટ છે. ટીઝરનું આખું ફીલ કોઈ મોટા મિશનની તૈયારી જેવી લાગે છે અને જે ડાયલૉગ પર આ ખતમ થાય છે તે પણ શાનદાર છે- `ભારતને છોડશો તો છોડીશું નહીં.` અહીં જુઓ `તેજસ`નું ટીઝર:
આ દિવસે આવશે ટ્રેલર
`તેજસ`નું ટીઝર તમને એ જાણવા માટે એક્સાઈટ કરશે કે કંગનાના આ દળદાર પાત્રની સ્ટોરી શું છે. અને આની સ્ટોરીની એક ઝલક ફિલ્મના ટ્રેલરમાં જોવા મળશે. મેકર્સે `તેજસ`ના ટીઝરની સાથે આ માહિતી પણ શૅર કરી છે કે ફિલ્મનું ટ્રેલર ભારતીય વાયુસેના દિવસ એટલે કે 8 ઑક્ટોબરના રોજ શૅર કરવામાં આવશે. કંગના સૉલિડ એક્ટ્રેસ છે તેમાં કોઈ શંકા નથી પણ આ દળદાર રોલમાં તેને જોવી ખૂબ જ રસપ્રદ રહેશે. ટીઝર જોયા બાદ `તેજસ`ના ટ્રેલરની જનતાએ આતુરતાથી રાહ જોવી પડશે.