Bambai main ka ba: મનોજ બાજપાઇનું ભોજપુર રૅપ, ટીઝર રિલીઝ
મનોજ બાજપાઇ
અભિનેતા મનોજ બાજપાઇએ શનિવારે એક ભોજપુરી રૅપ 'બંબઇ મેં કા બા'નું ટીઝર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યું છે. આ ગીત અનુભવ સિન્હાએ ડિરેક્ટ કર્યું છે જ્યારે મનોજ બાજપાઇએ પોતે જ આ રૅપને સ્વર આપ્યો છે. આ ભોજપુરી રૅપ સૉન્ગ મહામારી કોરોના વાયરસને કારણે લૉકડાઉન વચ્ચે પ્રવાસીઓની દુર્દશા પર આધારિત છે.
ADVERTISEMENT
પ્રવાસીઓની દશાને રજૂ કરતા ભોજપુરી રૅપ સૉન્ગ મનોજ બાજપાઇએ આ રૅપ સૉન્ગ શૅર કરતાં સોશિયલ મીડિયા પર લખ્યું છે, "બ્રેકિંગ! પ્રવાસીઓની દશાને રજૂ કરે છે તમારી માટે ભોજપુરી રૅપ સૉન્ગ... ખરા અર્થે મેં આ ગીત થોડુંક ગાયું છે, સાંભળજો. ગીતનો કૉન્સેપ્ટ સાગર વીડિયો અને વીડિયો આપણી સાથે અનુભવ સિન્હાનો છે. આ ટીઝર છે ગીત ટૂંક સમયમાં જ આવશે."
કંઇક આ પ્રકારના છે શબ્દો
આ ભોજપુરી રૅપ સૉન્ગના શબ્દો કંઇક એવા છે, "ઇહવાં કા બા...ગાંવ શહર કે બીચવા મેં હમ ગજબે કંફુઝિઆઇલ બાની...દું જોન કે રોટી ખાતિ બંબઈ મેં હમ આઇલ બાની...બંબઇ મેં કા બા...ઇહવાં." વીડિયોમાં ગાવા માટે ચળકદાર શબ્દો બતાવવામાં આવ્યા છે. આ ભોજપુરી રૅપ ગીત 'બંબઇ મેં કા બા'માં એક નાનાકડા શહેરથી મુંબઇ સુધીની યાત્રા વિશે જણાવવામાં આવ્યું છે.
महादेव। लोग बूझेला नाहीं कि ‘बम्बई में का बा’
— Anubhav Sinha (@anubhavsinha) September 5, 2020
चला छब्बीस साल बाद काम भइल साथे पर अपना भोजपुरी ख़ातिर। मजा आ गयल। https://t.co/AH3Q0BlC1H
ડાયરેક્ટર અનુભવ સિન્હાએ વ્યક્ત કર્યો આનંદ
અનુભવ સિન્હાએ ટ્વિટર પર ભોજપુરીમાં કૅપ્શનની સાથે આ ગીતનું ટીઝર શૅર કર્યું. તેમણે લખ્યું, "કેવી રીતે લોકો સમજી નથી શકતા કે મુંબઇમાં શું છે. ભોજપુરી માટે 26 વર્ષ પછી મનોજ સાથે કામ કરવું. આનંદ આવી ગયો."

