તમન્નાના આ આયોજનમાં બ્રેકઅપ પછી એક્સ-બૉયફ્રેન્ડ વિજય વર્મા જોવા નહોતો મળ્યો, પણ રવીના ટંડનની દીકરી રાશા થડાણીએ હાજરી આપી હતી.
તમન્નાના ઘરે ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે થયું માતા કી ચૌકીનું આયોજન
તમન્ના ભાટિયાના ઘરે ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે માતા કી ચૌકીનું આયોજન કરવામાં આવ્યું હતું. તમન્નાએ મિત્રો અને પરિવારજનો સાથે માતા કી ચૌકીમાં સંગીતના તાલે માતાની આરાધના કરીને આધ્યાત્મિક શાંતિ જાળવવાનો પ્રયાસ કર્યો હતો. તમન્નાના આ આયોજનમાં બ્રેકઅપ પછી એક્સ-બૉયફ્રેન્ડ વિજય વર્મા જોવા નહોતો મળ્યો, પણ રવીના ટંડનની દીકરી રાશા થડાણીએ હાજરી આપી હતી.

