શ્રીદેવીની કરીઅર પાંચ દાયકાથી વધુ સમય સુધી ચાલી જેમાં તેણે તામિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડા ફિલ્મોમાં અભિનય કર્યો હતો
શ્રીદેવી, તમન્ના ભાટિયા
દક્ષિણ ભારતીય ફિલ્મઉદ્યોગમાં આગવી ઓળખ બનાવ્યા બાદ તમન્ના ભાટિયા હવે બૉલીવુડમાં પણ પોતાની છાપ છોડી રહી છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં તમન્નાને પૂછવામાં આવ્યું કે તું કઈ સ્ટાઇલ આઇકૉનનો રોલ ભજવવાનું પસંદ કરીશ? ત્યારે તેણે તરત જ શ્રીદેવીનું નામ લીધું હતું અને જણાવ્યું હતું કે હું માનું છું કે શ્રીદેવી ખૂબ આઇકૉનિક હતી અને હું હંમેશાં તેની પ્રશંસા કરતી આવી છું.
આ પહેલી વાર નથી કે તમન્નાએ આવી ઇચ્છા વ્યક્ત કરી છે. અગાઉના એક ઇન્ટરવ્યુમાં પણ તેણે કહ્યું હતું કે ‘હું નાનપણથી જ હંમેશાં શ્રીદેવીજીને આદર્શ માનતી આવી છું. હું હંમેશાં વિચારતી હતી કે જો મારે કોઈ બાયોપિકમાં કામ કરવું હોય તો હું શ્રીદેવીજીની બાયોપિકમાં કામ કરવા માગું છું.’
ADVERTISEMENT
શ્રીદેવીની કરીઅર પાંચ દાયકાથી વધુ સમય સુધી ચાલી જેમાં તેણે તામિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડા ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ૨૦૧૭માં આવેલી ‘મૉમ’ ફિલ્મ તેની છેલ્લી ફિલ્મ હતી. ૫૪ વર્ષની વયે ૨૦૧૮ની ૨૪ ફેબ્રુઆરીએ દુબઈની એક હોટેલના બાથટબમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હતું.

