તેણે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે
તાહિરા કશ્યપ
તાહિરા કશ્યપે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં તે ચશ્માંમાં જોવા મળી રહી છે. નવ વર્ષ બાદ તેને ફરી ચશ્માં આવ્યાં છે. આ ફોટો શૅર કરીને તાહિરાએ કૅપ્શન આપી હતી કે ‘હું એક લૉકડાઉન રાઇટર છું અને એને કારણે મને પાછાં ચશ્માં આવી ગયાં છે. નવ વર્ષ સુધી હું લેન્સ અને ચશ્માંથી મુક્ત હતી. ૨૦૧૧માં લેઝર ટ્રીટમેન્ટ કરાવી હોવાથી મારે ચશ્માં પહેરવાની જરૂર નહોતી પડી. જોકે ચશ્માંની સાથે આ લૉકડાઉનમાં મારી મૂછો પણ આવી રહી છે.’