થપ્પડના કો-સ્ટાર પવૈલ સાથે દો બારામાં ફરીથી જોવા મળશે તાપસી
થપ્પડના કો-સ્ટાર પવૈલ સાથે દો બારામાં ફરીથી જોવા મળશે તાપસી
તાપસી પન્નુ ‘થપ્પડ’ના તેના કો-સ્ટાર પવૈલ ગુલાટી સાથે ફરીથી ‘દો બારા’માં જોવા મળવાની છે. ‘થપ્પડ’ ૨૦૨૦ની ૨૭ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં બન્ને પતિ-પત્નીના રોલમાં જોવા મળ્યાં હતાં. જોકે બાદમાં બન્ને અલગ થઈ જાય છે. હવે તેઓ અનુરાગ કશ્યપના ડિરેક્શનમાં અને એકતા કપૂર દ્વારા પ્રોડ્યુસ કરેલી ‘દો બારા’માં કામ કરી રહ્યાં છે. સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘મારી ‘દો બારા’ સિરીઝનો આ છે છેલ્લો, કેમ કે કેટલાંક કોલૅબરેશન્સનું પુનરાવર્તન થાય એ જરૂરી છે. આ વ્યક્તિની ‘થપ્પડ’માં કેટલીક ભૂલ હતી. હવે એને સુધારવાનો તેની પાસે ચાન્સ છે. ‘થપ્પડ’ની રિલીઝને એક વર્ષ થયું છે. મને આશા છે કે આ વખતે તે ફરીથી પોતાની પત્નીથી જુદો ન થાય. તા.ક. હવે એ જોવું રહ્યું કે આમાં અમારા માટે શું સમાયેલું છે.’

