મથાયસ સાથે લગ્ન પહેલાં આ બન્ને દસ વર્ષ સુધી રિલેશનમાં રહ્યાં હતાં
તાપસી મથાયસ સાથે
તાપસી પન્નુએ બૅડ્મિન્ટન કોચ મથાયસ બો સાથે માર્ચમાં ઉદયપુરમાં નજીકની ફૅમિલી અને ફ્રેન્ડ્સની હાજરીમાં લગ્ન કરી લીધાં છે. તેમના વેડિંગના ફોટો હજી સુધી લોકોને જોવા નથી મળ્યા. તાપસી અગાઉ કહી ચૂકી છે કે તેને જ્યારે યોગ્ય લાગશે ત્યારે તે ફોટો શૅર કરશે. મથાયસ સાથે લગ્ન પહેલાં આ બન્ને દસ વર્ષ સુધી રિલેશનમાં રહ્યાં હતાં. મથાયસ સાથે પ્રેમસંબંધ બાંધવા પહેલાં તેની ખૂબ કસોટી કરી હતી. એ વિશે તાપસી કહે છે, ‘મેં તેની ખૂબ કસોટી કરી હતી. મારા માટે તો એ કાંઈ પહેલી નજરનો પ્રેમ નહોતો. મેં સમય લીધો હતો. મારા માટે રિલેશનશિપમાં પ્રામાણિકતા ખૂબ જરૂરી છે. મને તેના માટે માન હતું, અમે સતત મળતાં હતાં. એથી અચાનક કે પછી એક મહિનાની અંદર હું તેના પ્રેમમાં નહોતી પડી.’

