મૉલદીવ્સથી પાછી ફરીને કામ શરૂ કરવા તત્પર તાપસી પન્નુ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
તાપસી પન્નુ મૉલ્દીવ્સમાં તેની બહેનો સાથે વેકેશન ગાળી રહી હતી. હવે ત્યાંથી ફ્રેશ થઈને પાછી ફરી છે. જોકે તેનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. પોતાની આ ટ્રિપના ફોટો તે સોશ્યલ મીડિયામાં સતત શૅર કરતી હતી. એ જ ટ્રિપનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘ફરીથી પ્રેમ અને આનંદથી આના તરફ જોઉં છું. ભરપૂર જોશ સાથે કામ પર પાછી જવા માટે તૈયાર છું. ખાસ બાબત એ છે કે મારી કોરોનાની ટેસ્ટ નેગેટિવ આવી છે.’

