Total Timepass: દો બારાનું શૂટિંગ શરૂ કર્યું તાપસી અને અનુરાગે
તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુએ તાજેતરમાં તેમના પ્રિમાઇસિસ પર થયેલી ટૅક્સની રેઇડ બાદ કામની શરૂઆત કરી દીધી છે. ઇન્કમ-ટૅક્સ વિભાગના દરોડા બાદ કેટલાક લોકોએ તેમને સપોર્ટ આપ્યો તો કેટલાક લોકોએ તેમની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. ‘દો બારા’ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની માહિતી આપતાં તાપસી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુરાગે કૅપ્શન આપી હતી કે ‘અને અમે રીસ્ટાર્ટ કરી ‘દો બારા’. અમને નફરત કરનારા દરેકને પ્રેમ.’
ADVERTISEMENT
જાવેદ અખ્તરને રાખી સાવંતની લાઇફ પર ફિલ્મ લખવી છે
મુંબઈ : જાવેદ અખ્તરે હાલમાં જાહેરાત કરી છે કે તેમને રાખી સાવંતની લાઇફ પર ફિલ્મ બનાવવી છે. રાખી હાલમાં જ ‘બિગ બૉસ 14’માં જોવા મળી હતી. રાખી ‘બિગ બૉસ 14’માં તેની ઍક્શનને કારણે ખૂબ જ ચર્ચામાં રહી હતી. રાખી સાવંતે કહ્યું હતું કે જાવેદ અખ્તરને તેની લાઇફ પર ફિલ્મ બનાવવી છે. આ વિશે વાત કરતાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે ‘તે સાચું બોલી રહી છે. ચાર-પાંચ વર્ષ પહેલાં અમે એક વાર ફ્લાઇટમાં મળ્યાં હતાં અને એ સમયે તેણે મને તેના બાળપણ વિશે વાત કરી હતી. મેં તેને એ સમયે કહ્યું હતું કે હું એક દિવસ તેની લાઇફ પર આધારિત ફિલ્મ બનાવીશ.’
રાહુલ મહાજન તેની અટક વગર ઝીરો છે : રાખી સાવંત
મુંબઈ : રાખી સાવંતનું કહેવું છે કે રાહુલ મહાજન તેની અટક વગર કંઈ પણ નથી. તેઓ બન્ને ‘બિગ બૉસ 14’માં સાથે જોવા મળ્યાં હતાં. શોમાં રાહુલે કહ્યું હતું કે તે રાખીનો ફ્રેન્ડ નથી. ત્યાર બાદ શોમાં પણ તેમની વચ્ચે ઘણી કૉન્ટ્રોવર્સી થઈ હતી. આથી રાહુલ વિશે પૂછતાં રાખીએ કહ્યું હતું કે ‘રાહુલ મહાજનની પર્સનાલિટી શું છે? જો તેની અટક મહાજન હટાવી દેવામાં આવે તો તે ઝીરો છે. હું તેનાં મમ્મી, પપ્પા અને બહેનનો ખૂબ જ રિસ્પેક્ટ કરું છું. જોકે તેણે પોતે શું નામ કમાયું છે?’
સ્ક્રિપ્ટ રીડિંગ સેશનમાં બિઝી અક્ષયકુમાર
સ્ક્રિપ્ટ રીડિંગ સેશનમાં ‘રામ સેતુ’ની ટીમ બિઝી છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર, જૅકલિન ફર્નાન્ડિસ અને નુશરત ભરૂચા જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જ શરૂ કરવામાં આવશે. ‘રામ સેતુ’ને ૨૦૨૨ની દિવાળી દરમ્યાન રિલીઝ કરવામાં આવશે. સ્ક્રિપ્ટ રીડિંગ સેશનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘જે ટીમ સાથે તૈયારી કરે એ સાથે જ પ્રગતિ કરે છે. ‘રામ સેતુ’ની ટીમ સાથે આ પ્રોડક્ટિવ સ્ક્રિપ્ટ રીડિંગ સેશન હતું. ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવે એ માટે આતુર છું.’

