Bhushan Kumar Cousin Tishaa Died: તિશા કુમારનો 6 સપ્ટેમ્બર, 2003ના રોજ જન્મ થાય હતો તે અને કૃષ્ણ કુમાર અને તાન્યા સિંહની દીકરી હતી.
કૃષ્ણ કુમાર અને તિશા કુમાર (તસવીર સૌજન્ય: મિડ-ડે)
કી હાઇલાઇટ્સ
- કૃષ્ણ કુમારની પુત્રી તિશા કુમારનું કેન્સર સામે લડ્યા બાદ 18 જુલાઈના રોજ અવસાન થયું હતું.
- તિશા કુમાર જર્મનીમાં સારવાર હેઠળ હોવાના અનેક અહેવાલ છે.
- તિશા છેલ્લે 30 નવેમ્બર, 2023ના રોજ `એનિમલ` પ્રીમિયરમાં આવી હતી.
ઍક્ટર, ફિલ્મ મેકર અને મ્યુઝિક કંપની ટી-સિરીઝના કો-ઓનર કૃષ્ણ કુમારની દીકરી તિશા કુમારનું (Bhushan Kumar Cousin Tishaa Died) ગુરુવારે 18 જુલાઈના રોજ 21 વર્ષની ઉંમરે અવસાન થયું હોવાની માહિતી સામે આવી છે. શુક્રવારે સવારે, T- ટી-સિરીઝના સત્તાવાર પ્રવક્તા તરફથી તિશા કુમારના મૃત્યુની પુષ્ટિ કરતા નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. આ બાબતે કહેવામા આવ્યું હતું કે, ક્રિશન કુમારની દીકરી તિશા કુમારનું ગઈકાલે બીમારી સામેની લાંબી લડાઈ બાદ નિધન થયું હતું. પરિવાર માટે આ મુશ્કેલ સમય છે, અને અમે વિનંતી કરીએ છીએ કે તેના પરિવારની પ્રાઈવેસીનું સન્માન કરવામાં આવે.
તિશા કુમારનો 6 સપ્ટેમ્બર, 2003ના રોજ જન્મ થાય હતો તે અને કૃષ્ણ કુમાર અને તાન્યા સિંહની દીકરી હતી. અનેક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તિશાને કેન્સર (Bhushan Kumar Cousin Tishaa Died) હોવાનું નિદાન થયું હતું. જો કે, હાલ આ અંગે કોઈ સત્તાવાર કોઈપણ માહિતી ટી-સિરીઝ દ્વારા બહાર પાડવામાં આવી હતી. તિશા એક ખૂબ જ પર્સનલ વ્યક્તિત્વવાળી વ્યક્તિ હતી જે સામાન્ય રીતે જાહેરમાં વધારે જોવા મળી ન હતી. જો કે, તિશાએ છેલ્લે પહેલી નવેમ્બર 2023 માં રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ એનિમલના પ્રીમિયરમાં હાજરી આપી હતી. તે સમયે, તિશા તેના પિતા કૃષ્ણ કુમાર સાથે રેડ કાર્પેટ પર પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળી હતી.
ADVERTISEMENT
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે છેલ્લા અનેક સમયથી કેન્સર સામે લડી રહેલી તિશા પર જર્મની ખાતે સારવાર કરવામાં આવી રહી હતી અને આજે તેનું મૃત્યુ થયું છે. તિશા ભુષણ કુમારની (Bhushan Kumar Cousin Tishaa Died) કઝિન હતી તેમ જ તે અનેક વખત તેના પિતા કૃષ્ન કુમાર અને કઝિન ભુષણ કુમાર સાથે ઈવેન્ટમાં જોવા મળી હતી. તેમ જ તેણે અનેક વખત તેના પરિવાર સાથે વેકેશન, તહેવારોમાં આનંદ માણવાની પળો સોશિયલ મીડિયા પર શૅર કરી હતી.
ક્રુષ્ણ કુમાર એક અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે જે 1995ની ફિલ્મ ‘બેવફા સનમ’માં (Bhushan Kumar Cousin Tishaa Died) તેમના રોલ માટે ખૂબ જ જાણીતા છે. તેઓ તેમના ભત્રીજા ભૂષણ કુમાર સાથે ટી-સિરીઝ કંપનીને પણ કો ઓનર પણ છે. ભૂષણ અને ક્રુષ્ણ કુમારે એક સાથે મળીને અનેક બ્લૉકબસ્ટર બૉલિવૂડ ફિલ્મો બનાવી છે, જેમ કે ‘લકીઃ નો ટાઈમ ફોર લવ’, ‘રેડી’, ‘ડાર્લિંગ’, ‘એરલિફ્ટ’ અને ‘સત્યમેવ જયતે’ વગેર. કાકા-ભત્રીજાની જોડીએ કાર્તિક આર્યનની બ્લૉકબસ્ટર ‘ભૂલ ભુલૈયા 2’ ને પણ પ્રોડ્યુસ કરી હતી. મે 2022માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં કિયારા અડવાણી પણ હતી અને તેણે ભારતીય બૉક્સ ઑફિસ પર રૂ. 250 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ઉપરાંત, ક્રુષ્ણ અને ભૂષણે રણબીર કપૂર સ્ટારર ‘એનિમલ’ ફિલ્મનું પણ સહ-નિર્માણ કર્યું હતું, આ ફિલ્મને સંદીપ રેડ્ડી વાંગાએ ડિરેક્ટ કરી હતી.