ચૉકલેટ બૉય
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
તૈમુર અલી ખાન માટે એક નાનકડું કલિનરી સેશન ધરમશાલાની હયાત રિજન્સીએ આયોજિત કર્યું હતું. એ દરમ્યાન તૈમુર મેલ્ટેડ ચૉકલેટને મોલ્ડમાં નાખીને શેપ આપતો જોવા મળ્યો હતો. તેણે તેના નામનું એપ્રન પહેર્યું હતું. તૈમુરની બાજુમાં કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બેઠાં હતાં. તૈમુરની આ ઍક્ટિવિટીને તેઓ ધ્યાનથી જોઈ રહ્યાં હતાં. તૈમુરની પાછળ હોટેલનો સ્ટાફ પણ ઊભો છે. સૈફ અલી ખાન તેની આગામી ‘ભૂત પોલીસ’ના શૂટિંગ માટે હિમાચલ પ્રદેશના ધર્મશાલા ગયો હતો. કરીના પણ તૈમુર સાથે ત્યાં પહોંચી ગઈ હતી. નવાબ ફૅમિલી આ હોટેલમાં રોકાઈ હતી. આ હોટેલના ઇન્સ્ટાગ્રામ પર તૈમુરના આ સેશનના ફોટો શૅર કરવામાં આવ્યા છે.

