આ ફિલ્મમાં તે વિન્ટેજ ફૅશનમાં જોવા મળશે અને નવ પાત્ર ભજવી રહી છે
સ્વરા ભાસ્કર
સ્વરા ભાસ્કર તેની આગામી ફિલ્મમાં નવ પાત્ર ભજવવાની છે. તે હાલમાં ‘મિસિસ ફલાણી’માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે વિન્ટેજ ફૅશનમાં જોવા મળશે અને નવ પાત્ર ભજવી રહી છે. તે નવ અલગ-અલગ રાજ્યની મહિલાઓનાં પાત્ર ભજવી રહી છે જેની ઉંમર ૩૦થી ૪૨ વર્ષની વચ્ચે છે. આ વિશે વાત કરતાં સ્વરાએ કહ્યું કે ‘મારા માટે ‘મિસિસ ફલાણી’ મારી લાઇફની સૌથી ચૅલેન્જિંગ ફિલ્મ રહેશે. એક જ ફિલ્મમાં ઘણાં પાત્ર ભજવવાં એ દરેક ઍક્ટરનું સપનું હોય છે. આ પાત્રને લઈને હું ખૂબ જ ઉત્સાહી છું.’