Swara Bhaskar Slams Kangana Ranaut: `તનુ વેડ્સ મનુ’ અને તેની સિક્વલમાં સ્વરા ભાસ્કર અને કંગના રનૌતે એકસાથે કામ કર્યું હતું
કંગના રનૌત અને સ્વરા (ફાઇલ તસવીર)
લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Elections 2024) માં અભિનેત્રી કંગના રનૌત ((Kangana Ranaut) ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા બાદ પાર્ટીએ તેને હિમાચલ પ્રદેશના મંડીથી ઉમેદવારી આપી હતી. કંગાના રનૌત ભાજપનાની ઉમેદવાર બન્યા બાદ તેણે ઈન્ડિયા ગઠબંધન પર જોરદાર ટીકા કરી હતી. જોકે કંગના રનૌતની આ ટીકા પર હવે પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે ચર્ચામાં રહેતી અભિનેત્રી સ્વરા ભાસ્કરે કંગના પર વળતાં પ્રહાર કર્યા છે.
કંગના રનૌત અને સ્વરા ભાસ્કર (Swara Bhaskar Slams Kangana Ranaut) બંને મુક્ત પણે તેમના વિચારો સોશિયલ મીડિયા પર વ્યક્ત કરે છે, જેને લીધે અનેક વખત વિવાદ સર્જાયા છે. હાલમાં સ્વરા ભાસ્કરે કંગના રનૌત્ત પર ટીકા કરતાં તે કંગનાથી કેમ અલગ છે, તે બાબતે સ્પષ્ટતા કરી હતી.
ADVERTISEMENT
`તનુ વેડ્સ મનુ’ અને તેની સિક્વલ ફિલ્મમાં સ્વરા ભાસ્કર (Swara Bhaskar) અને કંગના રનૌતે એકસાથે કામ કર્યું હતું. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં સ્વરાએ કંગના બાબતે તેના વિચારો વ્યક્ત કર્યા હતા. શું કંગના તેના પોલિટિકલ વિચારો જણાવવામાં મૂરખતા દાખવે છે? એ બાબતે સ્વરાને પુછવામાં આવતા તેણે કહ્યું હતું કે, `અમારી વચ્ચે કાઇપણ સમાન નથી. હું માત્ર કહેવા માગું છું કે લોકો કહે છે કે કંગના અને હું સરખા છીએ , પણ તેમાં એક મોટું અંતર છે. કંગનાએ સરકારના પક્ષમાં નિવેદનો આપ્યા અને મેં જ્યારે સવાલ ઉઠાવ્યા ત્યારે સરકાર સમક્ષ સવાલ રજૂ કરવા માટે ઉઠાવ્યા.`
સ્વરા ભાસ્કરને કંગના ભાજપમાં સામેલ થવા અંગે પણ પુછવામાં આવ્યું હતું. આ બાબતે સ્વરાએ કહ્યું કે, `મને અનેક રાજકીય પક્ષ તરફથી ઓફર આપવામાં આવી છે એવી અફવા અનેક સમાચારમાં આવી હતી. પણ સાચું કહું તો મને કોઈપણ રાજકીય પાર્ટી તરફથી ઓફર નથી મળી.` જોકે સ્વરાએ કહ્યું હતું કે, તેને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ગમે છે. `મને રાહુલ ગાંધી એક નેતા તરીકે ખૂબ જ ગમે છે. મને લાગે છે કે તેમનું જે જીવન છે અને તેમણે જે મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે, તેમના જે વર્ક એફર્ટ છે તે આપણા દેશ માટે છે. જે પણ પોલિટિશિયન દેશમાં મોહબ્બત (પ્રેમ)ની વાતો કરશે હું તેમનું સમર્થન કરીશ.`, એવું પણ સ્વરાએ કહ્યું હતું.
તમને જણાવવાનું કે, 20211માં સ્વરા ભાસ્કર અને કંગના રનૌત વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શાબ્દિક યુદ્ધ (Swara Bhaskar Slams Kangana Ranaut) શરૂ થયું હતું. 2013માં કંગનાએ કહ્યું હતું ક। તેણે તેની ફિલ્મ ‘ક્વીન’થી ફેમિનીઝમની શરૂઆત કરી હતી. આ વાતને લઈને સ્વરાએ કંગના પર ટીકા કરી હતી. આ જ રીતે અભિતેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ કંગનાએ સ્વરા પર બૉલીવૂડ માફિયાને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમ જ સ્વરાને કંગનાએ એક ‘બી ગ્રેડ અભિનેત્રી’ પણ કહી હતી.