બૉલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર(Swara Bhaskar)એ 16 ફેબ્રુઆરીએ કોર્ટમાં તેના બોયફ્રેન્ડ ફહાદ અહમદ (Fahad Ahmed) સાથે લગ્ન કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. હવે તે શાહી લગ્ન કરવા જઈ રહી છે, ત્યારે તેનું વેડિંગ કાર્ડ ખુબ જ વાયરલ થઈ રહ્યું છે..
સ્વરા ભાસ્કરે થોડા સમય પહેલા ફહાદ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા
બૉલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર(Swara Bhaskar)એ 16 ફેબ્રુઆરીએ કોર્ટમાં તેના બોયફ્રેન્ડ ફહાદ અહમદ (Fahad Ahmed) સાથે લગ્ન કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. તે જ સમયે, તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી. પરંતુ હવે એવા સમાચાર છે કે સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદ હોળી પછી લગ્નની પાર્ટી આપવાના છે. આ ફંક્શનનું કાર્ડ પણ સામે આવ્યું છે, જે કોર્ટમાં સ્વરા ભાસ્કરના લગ્ન જેટલું જ ખાસ છે. તેની સાથે એક ખાસ મેસેજ પણ લખવામાં આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ કાર્ડને ખૂબ જ ભવ્ય રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આમાં શાહરૂખ ખાનનું કનેક્શન પણ જોઈ શકાય છે અને આ કાર્ડ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
ADVERTISEMENT
View this post on Instagram
આ સિવાય કાર્ડમાં એક ખાસ સંદેશ લખવામાં આવ્યો છે કે "ક્યારેક આપણે કોઈ ખાસ વસ્તુને દૂર દૂર સુધી શોધતા રહીએ છીએ.જ્યારે કે એ વસ્તુ આપણી પાસે જ હોય છે. હું પ્રેમની શોધમાં હતી પણ પહેલા મિત્રતા મળી ગઈ. તેની શરૂઆત વિરોધ સાથે થઈ, જે રાજકીય ઘટનાઓ સાથે વધી. અંધકારના સમયમાં અમને સાથે પ્રકાશ મળ્યો. અને એકબીજાને અલગ દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કર્યું. અમને નફરતના સમયમાં પ્રેમ મળ્યો. હા, ચિંતા, અનિશ્ચિતતા અને ભય પણ હતો. પરંતુ વિશ્વાસ અને આશા પણ છે. અમારી સાથે જોડાઓ અને આનંદ શેર કરો કારણ કે અમે દિલ્હીમાં વસંત માર્ચ 2023ના પાગલપનની ઉજવણી કરીએ છીએ. અભિનેત્રીએ તેના લગ્નનું આ કાર્ડ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.