અભિનેત્રી સ્વરા ભાસ્કર (Swara Bhaskar) અને સપા નેતા ફહાદ અહેમદ (Fahadh Ahmed)ચર્ચામાં છે. કારણ છે, અભિનેત્રીએ ફહાદ અહેમદ સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા છે.
તસવીર: સૌ.સ્વરા ભાસ્કર ટ્વિટર
બૉલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર (Swara Bhaskar) અને સપા નેતા ફહાદ અહેમદ (Fahadh Ahmed)ચર્ચામાં છે. કારણ છે, અભિનેત્રીએ ફહાદ અહેમદ સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા છે. લગ્ન બાદ અભિનેત્રીએ ટ્વિટર પર એક પોસ્ટ પણ કરી હતી, જેમાં વીડિયોમાં બંનેનો પ્રેમ દેખાઈ રહ્યો હતો. ફેન્સ પણ કપલને અભિનંદન આપી રહ્યા છે.
અહેવાલો અનુસાર સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે 6 જાન્યુઆરીએ કોર્ટ મેરેજ કર્યા હતા, પરંતુ સ્વરા ભાસ્કરે હજુ સુધી હિંદુ કે મુસ્લિમ રીતિ-રિવાજો સાથે લગ્ન કર્યા નથી. અભિનેત્રીની જે તસવીર વાયરલ થઈ રહી છે તેમાં સ્વરાએ લાલ સાડી પહેરી છે. મળતી માહિતી મુજબ, સ્વરાની ગઈકાલે સગાઈ થઈ હતી. તેમની સગાઈમાં બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર પણ પહોંચી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્વરા અને ફહાદ એકસાથે જોવા મળે છે અને ફહાદ કહે છે, `અભી સિર્ફ સગાઈ હુઈ હૈ, શાદી માર્ચમાં હૈ`. આ અંગે સ્વરા ભાસ્કર કહે છે, " પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત".
ADVERTISEMENT
So blessed to be supported and cheered by the love of family and friends like family! Wore my mother’s sari & her jewellery.. made @FahadZirarAhmad wear colour :) and we registered under the #SpecialMarriageAct
— Swara Bhasker (@ReallySwara) February 17, 2023
Now to prep for shehnaii-wala shaadi ♥️✨@theUdayB pic.twitter.com/YwLS5ARbj4
આ પણ વાંચો: બૉલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે કર્યાં ફહાદ અહમદ સાથે લગ્ન
સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદની પહેલી મુલાકાત પ્રોટેસ્ટ દરમિયાન થઈ હતી. સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે 6 જાન્યુઆરીએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્નની નોંધણી કરાવી હતી. ફહાદ અહેમદ મહારાષ્ટ્ર અને મુંબઈમાં સમાજવાદી પાર્ટીની યુવા પાંખના પ્રદેશ અધ્યક્ષ છે. ફહાદે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માં અભ્યાસ કર્યો છે. તેમણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સમાં એમફિલ કર્યું અને પછી પીએચડી પણ કર્યું.