સુસ્મિતા સેન દસ વર્ષ પછી કમબૅક કરવાની છે
સુસ્મિતા સેન
સુસ્મિતા સેન દસ વર્ષ બાદ બૉલીવુડમાં કમબૅક કરવાની છે. જોકે તે કઈ ફિલ્મ દ્વારા કમબૅક કરશે એ વિશે જાણવા નથી મળ્યું. તે છેલ્લે ૨૦૧૦માં આવેલી ‘નો પ્રૉબ્લેમ’માં જોવા મળી હતી. તેણે પોતાની અડૉપ્ટ કરેલી દીકરીના ઉછેરમાં પૂરતો સમય આપવા માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. હવે પોતાના કમબૅકની માહિતી આપતાં પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુસ્મિતાએ કૅપ્શન આપી હતી કે ‘હું હંમેશાંથી લોકોનો આદર કરું છું જે ધૈર્ય રાખતા જાણે છે. આ એક બાબતે જ મને મારી ફૅન બનાવી દીધી હતી. સ્ક્રીન પર મારા પાછા ફરવાની લોકોએ દસ વર્ષ સુધી રાહ જોઈ હતી. તેઓ હંમેશાં મને નિઃસ્વાર્થભાવે ડગલે ને પગલે પ્રોત્સાહન આપતા રહ્યા છે. તમારા માટે જ પાછી ફરી રહી છું. આઇ લવ યુ ગાય્ઝ.’