સુસ્મિતા ‘આર્યા’ની ત્રીજી સીઝનમાં દેખાવાની છે
સુસ્મિતા સેન
સુસ્મિતા સેનને થોડા દિવસો પહેલાં હાર્ટ-અટૅક આવ્યા બાદ તેણે વર્કઆઉટ શરૂ કર્યું છે. હાર્ટ-અટૅક બાદ તેની ઍન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી હતી અને સ્ટેન્ટ પણ બેસાડવામાં આવી છે. સુસ્મિતાએ જણાવ્યું હતું કે તેની ધમનીમાં ૯૫ ટકા બ્લૉકેજિસ હતાં. આ બધી વાતની માહિતી તેણે સોશ્યલ મીડિયામાં આપી હતી. હવે ફરીથી તેણે વર્કઆઉટ શરૂ કરી દીધું છે. સુસ્મિતા ‘આર્યા’ની ત્રીજી સીઝનમાં દેખાવાની છે. સાથે જ તે શ્રી ગૌરી સાવંતની બાયોપિક ‘તાલી’માં ટ્રાન્સજેન્ડરના રોલમાં દેખાવાની છે. તે સ્ટ્રેચિંગ કરી રહી છે. એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુસ્મિતા સેને કૅપ્શન આપી હતી, ‘મારા કાર્ડિયોલૉજિસ્ટે મને આની મંજૂરી આપી દીધી છે. સ્ટ્રેચિંગ શરૂ કરવામાં આવ્યું છે. અદ્ભુત ફીલિંગ આવી રહી છે. મારી આ ‘હૅપી હોલી’ છે. તમારી કેવી રહી? સૌને પ્રેમ.’