સુસ્મિતા તાજેતરમાં જ એક લગ્નમાં જયપુર ગઈ હતી. ત્યાં તેમણે ડિઝાઇનર વસ્ત્રો પહેર્યાં હતાં અને મસ્ત ફોટોસેશન કરાવ્યું હતું.
સુસ્મિતા સેનની દત્તક દીકરીઓ
૪૯ વર્ષની સુસ્મિતા સેને અનેક રિલેશનશિપમાં રહ્યા પછી પણ લગ્ન નથી કર્યાં, પણ તે બે દત્તક દીકરીઓની મમ્મી છે. સુસ્મિતાએ ૨૪ વર્ષની ઉંમરે ૨૦૦૦ની સાલમાં પહેલી દીકરી રેનીને દત્તક લીધી હતી અને ત્યાર બાદ ૨૦૧૦માં હજી એક દીકરી અલીશાને દત્તક લીધી હતી. આ બન્ને દીકરીઓ હવે મોટી થઈ ગઈ છે. રેની ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ૨૫ વર્ષની થઈ હતી અને અલીશા ગયા વર્ષે ઑગસ્ટમાં ૧૫ વર્ષની થઈ હતી. સુસ્મિતાએ ગઈ કાલે બન્નેની એક લગ્નપ્રસંગની તસવીરો શૅર કરી હતી. સુસ્મિતા તાજેતરમાં જ એક લગ્નમાં જયપુર ગઈ હતી. ત્યાં તેમણે ડિઝાઇનર વસ્ત્રો પહેર્યાં હતાં અને મસ્ત ફોટોસેશન કરાવ્યું હતું.

