કાર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુસ્મિતાએ કૅપ્શન આપી હતી, બ્યુટી ઍન્ડ ધ બીસ્ટ.
અંદાજે ૧.૯૨ કરોડની લક્ઝરી કાર ખરીદી સુસ્મિતા સેને
સુસ્મિતા સેને અંદાજે ૧.૯૨ કરોડની લક્ઝરી કાર ખરીદી લીધી છે. એનો ફોટો તેણે શૅર કર્યો છે. આ બ્લૅક મર્સિડીઝ AMG GLE 53 Coupe છે. તેણે કારને અનવેલ કરતી વિડિયો ક્લિપ પણ શૅર કરી હતી અને કાર ડ્રાઇવ પણ કરી હતી. કાર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુસ્મિતાએ કૅપ્શન આપી હતી, બ્યુટી ઍન્ડ ધ બીસ્ટ. સાથે જ વિડિયો ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુસ્મિતાએ કૅપ્શન આપી હતી, ‘જે મહિલાને ડ્રાઇવ કરવું ગમે છે તે આ પાવરફુલ બ્યુટી પોતાને ગિફ્ટ કરે છે.’