પૈસા માટે સ્ટાફને ધમકાવતી સુશાંત સિંહ રાજપૂતની બહેનનો વીડિયો વાયરલ
સુશાંત સિંહ રાજપૂત, વાયરલ થયેલા વીડિયોમાં સ્ટાફને ધમકાવતી અભિનેતાની બહેન (જમણે)
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધન બાદ સોશ્યલ મીડિયા પર તેની અનેક તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. જેમાં ક્યારેક તે કૃષ્ણ ભજન ગાતો તો ક્યારેક મસ્તીમાં ગાડી ડ્રાઇવ કરતો નજરે પડે છે. તાજેતરમાં જ સોશ્યલ મીડિયામાં સુશાંતની બહેન પ્રિયંકા સિંહ અને તેના પતિ સિદ્ધાથ તંવરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ અભિનેતાના સ્ટાફનો ઉધડો લઈ રહ્યાં છે અને તેને પૂછી રહ્યાં છે કે, કોના કહેવા પર રૂપિયા ટ્રાન્સફર કર્યા? તેઓ જે સ્ટાફ મેમ્બરનો ઉધડો લઈ રહ્યાં છે તેનું નામ રજત છે.
સુશાંત સિંહ રાજપૂતના જુના સ્ટાફમાં રહેલા પંકજને પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા અભિનેતાના બહેન પ્રિયંકા સિંહ અને તેના પતિ સિદ્ધાથ તંવર હાલના સ્ટાફ મેમ્બર રજતની પૂછપરછ કરી રહ્યાં હોય તેનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, પ્રિયંકા ભડકેલી છે અને સ્ટાફ મેમ્બર પર કડક વલણ અપનાવી રહી છે. તે કહી રહી છે કે, પૈસા ટ્રાન્સફર પંકજને થયા છે.. જેને અમે કાઢી મુક્યો હતો. તેને પૈસા ટ્રાન્સફર કોણે કર્યા, મને નામ જણાઓ. વીડિયોમાં પ્રિયંકા અને તેનો પતિ કડકાઇથી પૂછપરછ કરતાં નજર આવે છે.
ADVERTISEMENT
અહીં જુઓ વાયરલ વીડિયો:
અહેવાલો પ્રમાણે, પંકજ તે વ્યક્તિ છે જે 2019માં સુશાંતનું ફાઇનાન્સ હેન્ડલ કરતો હતો. પણ વર્ષ 2019માં જ પંકજને કામ પરથી કાઢી નાખવામાં આવ્યો કહતો. પ્રિયંકાને બોલતી જોવામાં આવી શકે છે, 'તુ બૉલીવુડ સ્ટારનાં ઘરે ઉભેલો છે અને સુપ્રીમ કોર્ટનો વકીલ તારી સામે છે. હું હમણાં પોલીસને બોલાવી રહી છું.' આ વચ્ચે પ્રિયંકા અને સિદ્ધાર્થ રજત પર દરેક પ્રકારનું દબાણ બનાવતા નજર આવી રહ્યાં છે. રજતને અંજામ ભોગવવાની ધમકી આપતા નજર આવે છે.
પ્રિયંકા રજતને તે વ્યક્તિનું નામ બોલવા માટે દબાણ કરી રહી હતી જેણે પંકજને પૈસા ટ્રાન્સફર કર્યા હતાં. પ્રિયંકા અને સિદ્ધાર્થ રજતને કહે છે કે, પૈસા ટ્રાન્સફર કરવાનો નિર્ણય તેણે જાતે લીધો હતો કે કોઈના કહેવાથી તેણે આ રકમ ટ્રાન્સફર કરી છે. જો તેણે કોઇ અન્યનાં કહેવા પર પૈસા ટ્રાન્સફર કર્યા છે તો તે તેનું નામ જણાવી દે. નહીં તો પરિણામ ભોગવવા તૈયાર થઇ જાય.
આ વાયરલ વીડિયો બાદ સુશાંત સિંહ રાજપૂતની બહેનને બહુ જ ટ્રોલ કરવામાં આવી રહી છે.