આ ફિલ્મ ૨૦૧૬માં રિલીઝ થઈ હતી અને એને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી
સુશાંત સિંહ રાજપૂત
સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘એમ. એસ. ધોની : ધ અન્ટોલ્ડ સ્ટોરી’ને ફરી રિલીઝ કરવામાં આવી રહી છે. ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આ બાયોપિક છે. એમાં સુશાંતે કામ કર્યું હતું. આ ફિલ્મ ૨૦૧૬માં રિલીઝ થઈ હતી અને એને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મને હવે ફરી રિલીઝ કરવામાં આવી રહી છે અને એ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થશે. નીરજ પાન્ડે દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ લોકો માટે ખૂબ જ સ્પેશ્યલ છે. ધોની હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સમાંથી રમી રહ્યો છે. તેના ઘણા ફૅન્સ છે અને હાલમાં ક્રિકેટનો માહોલ હોવાથી આ ફિલ્મને ફરી રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

