સુશાંતનો કુક પોતાના ઘરે કામ કરતો હોવાની વાતને ફગાવી ફરહાન અખ્તરે
ફરહાન અખ્તરે એ વાતને રદિયો આપ્યો છે કે તેના ઘરે સુશાંત સિંહ રાજપૂતનો કુક કેશવ કામ કરે છે. તેમ જ સારા અલી ખાનના ઘરે નીરજ કામ કરી રહ્યો છે એવી પણ ચર્ચા ચાલી રહી છે. સોશ્યલ મીડિયા યુઝરે ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘બ્રેકિંગ ન્યુઝ.... નીરજ સારા અલી ખાનના ઘરે અને કેશવ ફરહાનના ઘરે કામ કરે છે. તેમણે આવા શકમંદોને પોતાના ઘરે શું કામ રાખ્યા છે?’
આ વાતને લઈને સારાનો તો કોઈ રિપ્લાય નથી આવ્યો, પરંતુ ટ્વિટર પર ફરહાને ટ્વીટ કર્યું હતું કે ‘હું ઑન રેકૉર્ડ કહેવા માગું છું કે મારા ઘરે કેશવ નામનો કોઈ પણ માણસ કામ નથી કરતો. એમાં કોઈ આશ્ચર્ય નથી કે ન્યુઝ ચૅનલ ફેમસ થવા માટે આવા જુઠ્ઠા સમાચાર ફેલાવે છે. ભોળા બનવાનું બંધ કરવું જોઈએ. ટીવી પર જો કોઈ માણસ બરાડા પાડે તો એનો અર્થ એ નથી કે તે સાચું બોલી રહ્યો છે.’

