Sonakshi Sinha Zaheer Iqbal Wedding: સલમાન ખાનથી લઈને અભિનેત્રી રેખા અને સાયરા બાનુ સહિત બૉલિવૂડના અનેક મોટા સેલબ્સે લગ્નમાં હાજરી આપી હતી.
ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિંહા (તસવીર સૌજન્ય: ઇનસ્ટાગ્રામ)
બૉલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ તેના બૉય ફ્રેન્ડ ઝહીર ઈકબાલ (Sonakshi Sinha Zaheer Iqbal Wedding) સાથે 23 જૂને કોર્ટમાં લગ્ન કર્યા હતા. સોનાક્ષી અને ઝહીર તેમના લગ્ન બાદ ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. બૉલિવૂડના આ નવા કપલે લગ્નના દિવસે ભવ્ય વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં સલમાન ખાનથી લઈને અભિનેત્રી રેખા અને સાયરા બાનુ સહિત બૉલિવૂડના અનેક મોટા સેલબ્સે હાજરી આપી હતી. જો કે આ ભવ્ય રિસેપ્શનમાં આમંત્રિત મહેમાનો સિવાય બિનઆમંત્રિત મહેમાનો પણ પહોંચ્યા આવ્યા હોવાનો સોનાક્ષીએ તાજેતરમાં તેના એક ઇન્ટરવ્યૂ ખુલાસો કર્યો હતો. સોનાક્ષી સિંહાએ કહ્યું કે, ઇન્ટિમેટ વેડિંગ કરવાનો મારો પ્લાન પહેલેથી જ હતો. આ તે લગ્ન હતા જે અમે હંમેશા ઇચ્છતા હતા. ઝહીર અને હું ખૂબ જ સ્પષ્ટ હતા કે અમારા લગ્ન અમારા વ્યક્તિત્વ, અમારા બંધન અને એકબીજા પ્રત્યેના અમારા પ્રેમને પ્રતિબિંબિત કરવા જોઈએ."
સિંહાએ વધુમાં ઉમેર્યું, "અમે એ સુનિશ્ચિત કરવા માગતા હતા કે ત્યાં હાજર દરેક વ્યક્તિએ સારો સમય (Sonakshi Sinha Zaheer Iqbal Wedding) પસાર કર્યો અને તે જ થયું. અહીં અને ત્યાં એવા લોકો હતા જેમણે લગ્નમાં વિક્ષેપ પાડ્યો, પરંતુ હું સારો સમય પસાર કરવામાં વ્યસ્ત હતી. હું ખુશ છું કે તેઓએ પણ સારો સમય પસાર કર્યો હતો, પછી ભલે તે મોટા હોય કે નાના, કેટલાક લોકો જમવા આવે છે અને મને લાગે છે કે તે ઠીક છે, ભલે હું ક્યારેય લગ્નમાં ગઈ નથી.
ADVERTISEMENT
View this post on Instagram
આ પહેલા પણ સોનાક્ષીએ લગ્ન પછી ઇન્સ્ટાગ્રામ (Sonakshi Sinha Zaheer Iqbal Wedding) પર એક સ્ટોરી શેર કરીને તેના લગ્નમાં બિનઆમંત્રિત લોકો આવ્યા હોવા બાબતે પ્રતિક્રિયા આપી હતી. સોનાક્ષીએ એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં સોનાક્ષી સિંહાએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું, `તાજેતરમાં મેં જોયું કે ઘણા લોકો સેલિબ્રિટીના લગ્નમાં જવાનો પ્રયત્ન પ્રયાસ કરી રહ્યા હતા. હું વિશ્વાસ કરી શકતો નથી કે લોકો નવા કપડાં પહેરીને ગેટની ભાર ઊભા હતા, તેમને આમંત્રણ આપવામાં આવ્યું હોવાનો ઢોંગ કરીને પછી અંદર જઈને ત્યાં ઝલકશે!! શેના સુખ માટે? તો તમે અંદર જઈ શકો છો અને થોડી રીલ્સ બનાવી શકો છો? હું વિશ્વાસ કરી શકતો નથી કે લોકો આવા જુઠ્ઠા કેવી રીતે હોઈ શકે છે. સોનાક્ષીએ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા એક ફની ઇમોજી શેર કરી હતી. સાત વર્ષથી એકબીજાને ડેટ કર્યા બાદ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે સ્પેશિયલ મૅરેજ એક્ટ હેઠળ સિવિલ લગ્ન કર્યા હતા. આ લગ્ન સોનાક્ષીના મુંબઈ ખાતે આવેલા એપાર્ટમેન્ટમાં થયા હતા.

