સુરવીન ચાવલાએ કાસ્ટિંગ કાઉચ પર કર્યો ખુલાસો કહ્યું,'જોવી હતી મારી બૉડી'
એક્ટ્રેસ સુરવીન ચાવલાએ કાસ્ટિંગ કાઉચ અંગે પોતાના અનુભવનો ખુલાસો કર્યો છે. સુરવીન ચાવલાએ તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે સાઉથનો એક ડિરેક્ટર તેની બૉડી જોવા ઈચ્છતો હતો. તેણે કહ્યું હતું,'મેડમ હું તમારી બોડીના એક એક ઈંચને જાણવા માગુ છું.'
View this post on InstagramHolier than thou....❤️ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ? @iamkaranp ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
ADVERTISEMENT
પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં સુરવીન ચાવલાએ સાઉથની ફિલ્મોમાં ચાલી રહેલા કાસ્ટિંગ કાઉચ અંગે વાત કરી. સુરવીન ચાવલાએ કહ્યું કે તેને સાઉથમાં ત્રણ વખત અને કુલ પાંચ વખત કાસ્ટિંગ કાઉચના કડવા અનુભવ થયા છે. તે સમયે હતો જ્યારે સુરવીન ટીવીથી ફિલ્મોમાં આવી રહી હતી. સુરવીને કહ્યું,'હું સાઉથના ડિરેક્ટરને મળી તો તેણે કહ્યું કે આપણી વચ્ચે લેંગ્વેજની સમસ્યા છે. હું તમારી બોડીના એક એક ઈંચ ભાગને જાણવા ઈચ્છુ છું.'
સુરવીને બાદમાં આ ફિલ્મમાં કામ નહોતું કર્યું. સુરવીને કહ્યું કે બોલીવુડના એક ડિરેક્ટરને મારી ક્લીવેજ કેવી લાગે છે, તે જોવામાં રસ હતો. તો બીજો એક ડિરેક્ટર મારા થાઈઝ જોવા ઈચ્છતો હતો. તો સાઉધના ડિરેક્ટરના એક મિત્રએ મને કહ્યું કે સર તમને જાણવા ઈચ્છે છે. બસ ફિલ્મ પૂરી થવા સુધી. સુરવીને કહ્યું કે તેને વજન વધારવા અને ટીવીમાં કામ કરવા અંગે પણ વારંવાર ટોકવામાં આવી છે.
સુરવીન ચાવલાએ કહ્યું કે હેટ સ્ટોરી રિલીઝ થયા બાદ તે ડિપ્રેશનમાં હતી. પરિસ્થિતિ મારા વિચાર્યા મુજબ નહોતી. હું આ વિચારીને ખુશ હતી કે મેં આ ફિલ્મ કરી. વર્કફ્રંટની વાત કરીએ તો સુરવીન ચાવલા છેલ્લે સેક્રેડ ગેમ્સ 2માં દેખાઈ હતી.