દીકરાને કામ મળી રહે એ માટે તેના ફોટોગ્રાફ્સ લઈને ફિલ્મમેકર્સની ઑફિસની બહાર બેસતા હતા તેના પપ્પા
સુરેશ ઑબેરૉય દીકરા વિવેક ઑબેરૉય સાથે
સુરેશ ઑબેરૉય ફિલ્મમેકર્સની ઑફિસની બહાર તેમના દીકરા વિવેક ઑબેરૉયના ફોટોગ્રાફ્સ લઈને બેસતા હતા જેથી દીકરાને ફિલ્મોમાં ચાન્સ મળે. એ તબક્કાને સુરેશ ઑબેરૉય તેમની લાઇફની બીજી સ્ટ્રગલ ગણાવે છે. રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘કંપની’ દ્વારા વિવેકે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ ફિલ્મ માટે વિવેકને બેસ્ટ મેલ ડેબ્યુનો ફિલ્મફેરનો અવૉર્ડ મળ્યો હતો. જોકે એ પહેલાં કેટલી મહેનત કરી હતી એ વિશે સુરેશ ઑબેરૉય કહે છે, ‘મારા હાથમાં તેના ફોટો લઈને હું રામ ગોપાલ વર્મા અને અન્ય ફિલ્મમેકર્સની ઑફિસની બહાર બેસતો હતો. મારા માટે તો એ સેકન્ડ સ્ટ્રગલ હતી.’
આ ફિલ્મ બાદ વિવેકે ‘સાથિયા’માં કામ કર્યું હતું. એ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ખાસ્સી સફળતા મેળવી હતી. એ વિશે સુરેશ ઑબેરૉય કહે છે, ‘‘સાથિયા’ તો ઉતરને કા નામ હી નહીં લેતી થી. કિતની ફિલ્મેં આતી-જાતી થી, ‘સાથિયા’ ચલ રહી થી.’