તેમણે બન્નેએ ‘કૅનેડી’માં કામ કર્યું છે. આ ફિલ્મને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર કરવામાં આવી હતી
સની લીઓની
સની લીઓનીનું કહેવું છે કે અનુરાગ કશ્યપમાં લોકોને અલગ રીતે જોવાની ક્ષમતા છે. તેમણે બન્નેએ ‘કૅનેડી’માં કામ કર્યું છે. આ ફિલ્મને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર કરવામાં આવી હતી અને હવે એ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં પણ પ્રીમિયર થવાની છે. આ વિશે સની લીઓનીએ કહ્યું કે ‘અનુરાગ કશ્યપ જાદુગર છે. તેનામાં એ ક્ષમતા છે કે તે લોકોને અલગ નજરથી જોઈ શકે છે. ત્યાર બાદ તેમને પ્રોફેશનલી અને પર્સનલી મદદ કરીને તેમની પાસેથી ખૂબ સારું કામ કઢાવી શકે છે. તે અદ્ભુત માણસ છે. મેલબર્ન જઈને અમારી ફિલ્મ લોકોને દેખાડવા માટે હું ઉત્સાહી છું. બૉલીવુડના પણ ઘણા લોકો ત્યાં હશે અને તેમનું ફીડબૅક લેવું પણ ઇન્ટરેસ્ટિંગ હશે.’