આ વર્ષે નવેમ્બર સુધીમાં એ પૂરું કરી લેશે
સની દેઓલ
સની દેઓલે ૨૦૨૨માં મલયાલમ ફિલ્મ ‘જોસેફ’ની હિન્દી રીમેક ‘સૂર્યા’નું શૂટિંગ શરૂ કર્યું હતું. હવે બે વર્ષ બાદ તે ફરીથી એનું શૂટિંગ કરવાનો છે અને આ વર્ષે નવેમ્બર સુધીમાં એ પૂરું કરી લેશે. તેની ગયા વર્ષે ‘ગદર 2’ રિલીઝ થઈ હતી. એમાં તે બિઝી હોવાથી ‘સૂર્યા’ને સમય નહોતો આપી શક્યો. હાલમાં તો તે ‘લાહોર 1947’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ‘સૂર્યા’માં સની દેઓલ રિટાયર્ડ પોલીસ-ઑફિસરના રોલમાં દેખાશે. ‘સૂર્યા’ના પ્રોડ્યુસરનું કહેવું છે કે દેઓલ પરિવાર સાથે તેમના સંબંધો વર્ષોથી સારા છે. એથી સની તેમની ફિલ્મનું શૂટિંગ પૂરું નથી કરી શક્યો એમાં કોઈ વાંધો નથી, કેમ કે તેને અન્ય વર્ક કમિટમેન્ટ્સ હતાં. ‘સૂર્યા’નું શૂટિંગ પૂરું કર્યા બાદ તે ‘બૉર્ડર 2’નું કામ શરૂ કરશે. ‘બૉર્ડર 2’ ૨૦૨૬ની ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

