‘OMG 2’ પણ બહુ જલદી સો કરોડની ક્લબમાં પહોંચે એવી શક્યતા છે.
સની દેઓલની ‘ગદર 2’
સની દેઓલની ‘ગદર 2’એ બૉક્સ-ઑફિસ પર કલેક્શનની દૃષ્ટિએ તોફાન મચાવ્યું છે. બીજી તરફ અક્ષયકુમારની ‘OMG 2’ ટૂંક સમયમાં સો કરોડનો મૅજિકલ આંકડો પાર કરી દે એવી શક્યતા છે. ‘ગદર 2’ જોવા માટે લોકો થિયેટરમાં ઊમટી પડ્યા છે. આ ફિલ્મ ૨૦૦૧માં આવેલી ‘ગદર’ની સીક્વલ છે. એ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે પણ લોકોની દીવાનગી આટલી હદે પહોંચી ગઈ હતી. ‘ગદર 2’ શુક્રવારે રિલીઝ થઈ છે. પાંચ દિવસની અંદર ‘ગદર 2’એ સૌથી વધુ બિઝનેસ સ્વતંત્રતા દિવસ નિમિત્તે મંગળવારે કર્યો હતો. સાથે જ રવિવારે પણ ફિલ્મે સારો બિઝનેસ કર્યો હતો. એથી એમ કહી શકાય કે આ ફિલ્મ લોકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં સફળ રહી છે. ફિલ્મના પાંચ દિવસના કલેક્શન પર નજર નાખીએ તો શુક્રવારે ૪૦.૧૦ કરોડ, શનિવારે ૪૩.૦૮ કરોડ, રવિવારે ૫૧.૭૦ કરોડ, સોમવારે ૩૮.૭૦ કરોડ અને મંગળવારે ૫૫.૪૦ કરોડની સાથે કુલ મળીને ‘ગદર 2’એ ૨૨૮.૯૮ કરોડનો બિઝનેસ કરી લીધો છે. અક્ષયકુમાર અને પંકજ િત્રપાઠીની ‘OMG 2’માં સેક્સ એજ્યુકેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. ફિલ્મમાં કૉમેડીની સાથે એક સંદેશ પણ આપવામાં આવ્યો છે. આ ફિલ્મના પાંચ દિવસના કલેક્શનને જોઈએ તો શુક્રવારે ૧૦.૨૬ કરોડ, શનિવારે ૧૫.૩૦ કરોડ, રવિવારે ૧૭.૫૫ કરોડ, સોમવારે ૧૨.૦૬ કરોડ અને મંગળવારે ૧૭.૧૦ કરોડની સાથે કુલ મળીને ‘OMG 2’એ ૭૨.૨૭ કરોડનો વકરો કરી લીધો છે.