સની દેઓલની ‘ગદર 2’ બૉક્સ-ઑફિસ પર સૌથી ઝડપથી ૫૦૦ કરોડની ક્લબમાં પહોંચનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે શનિવાર સુધીમાં ૪૯૩.૩૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, પરંતુ ગઈ કાલના બિઝનેસ સાથે ૫૦૦ કરોડની ક્લબમાં પહોંચી ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.
સની દેઓલ
સની દેઓલની ‘ગદર 2’ બૉક્સ-ઑફિસ પર સૌથી ઝડપથી ૫૦૦ કરોડની ક્લબમાં પહોંચનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે શનિવાર સુધીમાં ૪૯૩.૩૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, પરંતુ ગઈ કાલના બિઝનેસ સાથે ૫૦૦ કરોડની ક્લબમાં પહોંચી ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આ ફિલ્મે ૫૦૦ કરોડની ક્લબમાં પહોંચવા માટે સૌથી ઓછા એટલે કે ૨૪ દિવસનો સમય લીધો છે. આ પહેલાં આ ક્લબમાં બે જ ફિલ્મ પહોંચી છે જેમાં ‘પઠાન’એ ૨૮ દિવસ અને ‘બાહુબલી 2’એ ૩૪ દિવસનો સમય લીધો છે. અત્યાર સુધી હિન્દીમાં સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ ‘પઠાન’ છે. આ ફિલ્મ સાત સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આથી ‘ગદર 2’ પાસે હજી ત્રણ દિવસનો સમય છે. જોકે આ ત્રણ દિવસમાં ૩૫ કરોડથી વધુનો બિઝનેસ કરવાનું શક્ય નથી. આ ત્રણ દિવસ બાદ શાહરુખ ખાનની ‘જવાન’ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ હવે ૫૦૦ કરોડનો આંકડો ક્રૉસ કરે છે કે નહીં એ એક સવાલ છે અને કરે તો એ કેટલી જલદી આ ક્લબમાં દાખલ થશે એ જોવું રહ્યું.