સની દેઓલ મુંબઈમાં એક અઠવાડિયું સારવાર કર્યા બાદ અમેરિકા વધુ ટ્રીટમેન્ટ માટે ગયો હતો
સની દેઓલ
ભારતમાં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાજર ન હોવાનું કારણ જણાવતાં સની દેઓલે જણાવ્યું કે તેની પીઠમાં થયેલી ઈજાની સારવાર માટે તે અમેરિકા ગયો હોવાથી તે એમાં ભાગ લઈ શક્યો નહીં. સની દેઓલ પંજાબના ગુરદાસપુરથી લોકસભાનો સંસદસભ્ય છે. તે મુંબઈમાં એક અઠવાડિયું સારવાર કર્યા બાદ અમેરિકા વધુ ટ્રીટમેન્ટ માટે ગયો હતો. સનીની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ‘અપને 2’, ‘ગદર 2’ અને ‘બાપ’માં દેખાવાનો છે. ઇલેક્શનમાં તેની ગેરહાજરીને લઈને સની દેઓલના પ્રવક્તાએ કહ્યું કે ‘એક શૂટિંગ દરમ્યાન સની દેઓલને પીઠમાં ઈજા થઈ હતી. તેણે પહેલાં તો મુંબઈમાં સારવાર લીધી અને બાદમાં તે બે અઠવાડિયાં અગાઉ જ અમેરિકા ગયો હતો. એ સમયગાળા દરમ્યાન જ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન થયું હતું અને એની ટ્રીટમેન્ટ પૂરી ન થઈ હોવાથી તે દેશમાં નહોતો. પૂરી રિકવરી બાદ તે ભારત આવશે.’