સની દેઓલે તેના દીકરા કરણ દેઓલની સંગીત સેરેમનીમાં ‘ગદર’ના ગીત ‘મૈં નિકલા ગડ્ડી લેકે’ પર ડાન્સ કર્યો હતો.
દીકરાની સંગીત સેરેમનીમાં ‘ગદર’ના ગીત પર ઝૂમ્યો સની દેઓલ
સની દેઓલે તેના દીકરા કરણ દેઓલની સંગીત સેરેમનીમાં ‘ગદર’ના ગીત ‘મૈં નિકલા ગડ્ડી લેકે’ પર ડાન્સ કર્યો હતો. સની દેઓલ તેની ફિલ્મ ‘ગદર’ના તારા સિંહના જ ગેટઅપમાં હતો. આજે કરણ દેઓલ અને દ્રિશા આચાર્યનાં લગ્ન છે. તેમની હલ્દી અને સંગીત સેરેમની હાલમાં સેલિબ્રેટ થઈ હતી. આ બન્ને બાળપણનાં ફ્રેન્ડ્સ ૬ વર્ષથી રિલેશનમાં છે. તેમની સગાઈ થોડા મહિના અગાઉ થઈ હતી. દ્રિશા બિમલ રૉયની ગ્રેટ ગ્રૅન્ડ ડૉટર છે. બીજી તરફ પૌત્રનાં લગ્નની ખુશીમાં સામેલ થતાં ધર્મેન્દ્ર પણ ઝૂમી ઊઠ્યા હતા. ધર્મેન્દ્ર અને કરણે ‘મૈં જટ યમલા પગલા દીવાના’ ગીત પર ડાન્સ કર્યો હતો. તેમના ડાન્સનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ સેરેમનીના વિડિયો જોઈને તેમના ફૅન્સ પણ ખુશીથી ઝૂમી ઊઠ્યા છે.