જમાઈ કે. એલ. રાહુલને જન્મદિનની શુભેચ્છા પાઠવી સુનીલ શેટ્ટીએ
સુનિલ શેટ્ટી , કે. એલ. રાહુલ , અહાન શેટ્ટી
સુનીલ શેટ્ટીએ તેના જમાઈ કે. એલ. રાહુલને જન્મદિનની શુભેચ્છા પાઠવી છે. ઇન્ડિયન ક્રિકેટર કે. એલ. રાહુલની ગઈ કાલે ૩૨મી વરસગાંઠ હતી. તેણે સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યાં હતાં. સુનીલ શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે જેમાં તે કે. એલ. રાહુલ અને દીકરા અહાન શેટ્ટી સાથે સોફા પર આરામ ફરમાવતો જોવા મળી રહ્યો છે. આ ફોટો શૅર કરીને સુનીલ શેટ્ટીએ કૅપ્શન આપી છે, ‘આપણા જીવનમાં આપણી પાસે શું છે એના કરતાં આપણા જીવનમાં કોણ છે એ વધારે મહત્ત્વનું છે. અમારી લાઇફમાં તું છે એ માટે હું પોતાને નસીબદાર માનું છું. આ કનેક્શનને હું શબ્દોમાં નથી વર્ણવી શકતો. હૅપી બર્થ-ડે રાહુલ. દીકરા તને ખૂબ પ્રેમ કરું છું.’