Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્ત્રી 2ના આ સરકટા સામે કેવા વામણા લાગે છે આ ફિલ્મના સ્ટાર્સ

સ્ત્રી 2ના આ સરકટા સામે કેવા વામણા લાગે છે આ ફિલ્મના સ્ટાર્સ

22 August, 2024 08:10 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જમ્મુ ઍન્ડ કાશ્મીર પોલીસમાં કૉન્સ્ટેબલ છે ૭ ફુટ ૬ ઇંચનો સુનીલ કુમાર

સુનીલ કુમાર સાથે સ્ત્રી 2 ના ર્સ્ટાસ

સુનીલ કુમાર સાથે સ્ત્રી 2 ના ર્સ્ટાસ


‘સ્ત્રી 2’માં સરકટાનો આતંક જોવા મળી રહ્યો છે. આ આતંક ફેલાવનારો આખરે છે કોણ? એના પર એક નજર નાખીએ. ‘સ્ત્રી 2’માં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી અને અપારશક્તિ ખુરાના જોવા મળી રહ્યાં છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે મધ્ય પ્રદેશના ચંદેરી ગામમાં સરકટાનો ડર ફેલાયેલો છે. એ સરકટા એટલે જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં પોલીસ-કૉન્સ્ટેબલની ફરજ બજાવતો સુનીલ કુમાર. તેની હાઇટ ૭ ફુટ ૬ ઇંચ છે. તે વૉલીબૉલ અને હૅન્ડબૉલમાં એક્સપર્ટ છે અને આ જ કારણ છે કે સ્પોર્ટ્‍સ ક્વોટા હેઠળ તેને પોલીસમાં નોકરી મળી હતી. ૨૦૧૯માં તેણે WWE એટલે કે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટમાં પણ ભાગ લીધો હતો.


બિઝનેસ થયો ૨૬૯.૨૦ કરોડ



‘સ્ત્રી 2’એ છ દિવસમાં ૨૬૯.૨૦ કરોડનો બિઝનેસ કરી લીધો છે. બુધવારે પેઇડ પ્રીવ્યુ સાથે ૯.૪૦ કરોડ, ગુરુવારે ૫૫.૪૦ કરોડ, શુક્રવારે ૩૫.૩૦ કરોડ, શનિવારે ૪૫.૭૦ કરોડ, રવિવારે ૫૮.૨૦ કરોડ, સોમવારે ૩૮.૪૦ કરોડ અને મંગળવારે ૨૬.૮૦ કરોડની સાથે કુલ મળીને ૨૬૯.૨૦ કરોડનો બિઝનેસ થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2024 08:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK