એ પછી તેમણે રેશમા ઔર શેરામાં બિગ બીને સાઇન તો કર્યા, પણ તેમના પાત્રને મૂંગું કરી નાખ્યું
અમિતાભ બચ્ચન, સુનીલ દત્ત
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ઍક્ટિંગની સાથોસાથ તેમના ઘૂંટાયેલા અવાજના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. જોકે કરીઅરની શરૂઆતમાં પોતાના અવાજને કારણે અમિતાભે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. એક તબક્કે તો અમિતાભને ‘રેશમા ઔર શેરા’માં બ્રેક આપનાર સુનીલ દત્તે તેમના અવાજને ‘પહાડી કાગડા’ જેવો કર્કશ ગણાવ્યો હતો.
એ વિશે વાત કરતાં ઍક્ટ્રેસ શીબાના પતિ આકાશદીપે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘જ્યારે મારા પપ્પા ‘સાત હિન્દુસ્તાની’ બનાવી રહ્યા હતા ત્યારે સુનીલ દત્તે તેમને ફિલ્મની શો-રીલ્સ બતાવવાનું કહ્યું હતું, કારણ કે તેમણે અમિતાભની દમદાર ઍક્ટિંગનાં વખાણ સાંભળ્યાં હતાં અને તેઓ તેમને પોતાની ફિલ્મ ‘રેશમા ઔર શેરા’માં સાઇન કરવા માગતા હતા. મારા પપ્પાએ તેમને ફિલ્મ દેખાડી. સુનીલ દત્તે એ પછી અમિતાભ વિશે કહ્યું કે ઍક્ટર તો સારો છે, પણ તેના પહાડી કાગડા જેવા અવાજનું શું કરું? એ પછી તેમણે પોતાની ફિલ્મમાં અમિતાભને સાઇન તો કર્યા પણ તેમના પાત્રને મૂંગું કરી નાખ્યું હતું.’

