લાલ સિંહ ચઢ્ઢા’ અને ‘રક્ષાબંધન’નો જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે એને સુનીલ શેટ્ટીએ અયોગ્ય જણાવ્યું છે
સુનીલ શેટ્ટી
ફિલ્મોને બૉયકૉટ કરવાનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એને જોતાં સુનીલ શેટ્ટીએ જણાવ્યું છે કે ઇન્ડસ્ટ્રીને બરબાદ ન કરવી જોઈએ. ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને ‘રક્ષાબંધન’નો જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે એને સુનીલ શેટ્ટીએ અયોગ્ય જણાવ્યું છે. સોશ્યલ મીડિયામાં ચાલી રહેલા બૉયકૉટને જોતાં સુનીલ શેટ્ટીએ કહ્યું કે ‘ઇન્ડસ્ટ્રીમાં સારા લોકોનો પોતાનો એક વારસો છે. કદાચ કોઈથી ભૂલ થઈ હશે. અમે પણ તો માણસ છીએ. એક તક આપવી જોઈએ. હું એટલું જ કહીશ કે આ અયોગ્ય છે. આપણે પ્રાર્થના કરવી જોઈએ કે સારી સમજ આપે અને આવું ફરીથી ન થાય. આ બન્ને ફિલ્મો સારી ચાલે.’