સુલતાનના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે કર્યા લગ્ન, કેટરિનાએ પાઠવી શુભેચ્છા
અલી અબ્બાસ ઝફર અને પત્ની... તસવીર સૌજન્ય - જાગરણ
સલમાન ખાનનો રેકૉર્ડ તોડનારી ફિલ્મોમાં નિર્દેશક અલી અબ્બાસ ઝફરે નવા વર્ષની શરૂઆત ખૂબ જ સુંદર સમાચાર સાથે કરી છે. અલીએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફૅન્સને માહિતી આપી કે તેમણે પોતાનું સિંગલ સ્ટેટસ સમાપ્ત કરી દીધુ છે. અલીએ દુલ્હન અને પોતાના પરિવાર સાથેની તસવીરો પણ પોસ્ટ કરી છે.
View this post on Instagram
ADVERTISEMENT
અલીના લગ્નના સમાચાર તેના ફૅન્સ માટે ચોંકવનારા છે, કારણકે અલી છૂપી રીતે લગ્ન કર્યા પછી સારા સમાચાર ફૅન્સ વચ્ચે શૅર કર્યા છે. અલીએ પોતાની દુલ્હન વિશે વધારે જાણકારી આપી નથી, પરંતુ તેના પોસ્ટથી ખબર પડે છે કે અલીની બેગમનું નામ એેલિશિયા ઝફર છે. ઈન્સ્ટાગ્રામ પર અલીએ મંગળવારે બે તસવીરો પોસ્ટ કરી છે. પહેલી તસવીરમાં અલી દુલ્હન સાથે રોમાન્ટિક પોઝ આપતા દેખાઈ રહ્યા છે. સાથે એમણે લખ્યું કે- 1400 વર્ષ પહેલા ઈમામ અલીએ ફાતિમા-અલ-ઝહરાને કહ્યું, જ્યારે હું તમારા ચહેરાને જોઉ છું, ત્યારે મારા બધા દુ:ખ અને તકલીફો દૂર થઈ જાય છે. એલિશિયા ઝફર તમને જોઈને, મને તેવું જ અનુભવ થાય છે, જીવનભર માટે મારી..
અલીની તસવીરો પર તમામ સેલેબ્સ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. કેટરિના કૈફ, ઈઝાબેલ કૈફ, એલી અવરામ, દિશા પટણી, અનન્યા પાન્ડે, અર્જુન કપૂર, ભૂમિ પેડણેકર, અમાયર દસ્તુર, દિયા મિર્ઝા સહિતાના તમામ સેલેબ્સે અલીને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા છે. બીજી તસવીરમાં અલી અને એલિશિયા તેમના પરિવાર સાથે છે. આ તસવીર સાથે અલીએ લખ્યું - પરિવારમાં આપનું સ્વાગત છે.
તમને જણાવી દઈએ કે સૌથી પહેલી તસવીર સોમવારે પોસ્ટ કરી હતી, જેમાં અલી દુલ્હનનો હાથ પકડતે નજરે પડી રહ્યો છે. જો કે આ તસવીરમાં બન્નેના ચહેરા બતાવવામાં આવ્યા નથી. આ ફોટો પર અલીએ લખ્યું હતું - બિસ્મિલ્લાહ. અલીના ફોટો પર સુનીલ ગ્રોવર, કેટરિના કૈફ, ઈઝાબેલ કૈફ, રણવીર સિંહ, હુમા કુરેશી સહિત તમામ લોકોએ ખુશી વ્યક્ત કરી હતી અને શુભેચ્છા આપી હતી. અર્જુન કપૂરે લખ્યું હતું - જે બાત.
તમને જણાવી દઈએ કે સોમવારે જ અલીની ડિજિટલ ડેબ્યૂ સીરીઝ તાંડવનું ટ્રેલર રિલીઝ થયું હતું, જે એમેઝોન પ્રાઈમ પર આવી રહી છે. જોકે હજી પુષ્ટિ થઈ નથી કે અલીએ જાન્યુઆરીમાં લગ્ન કર્યા છે કે ડિસેમ્બરમાં જ લગ્ન કર્યા હતા, પરંતુ હવે ખુલાસો કર્યો છે. અલીએ સલમાનને તેના કરિયરની સૌથી સફળ ફિલ્મો સુલતાન, ટાઈગર ઝિંદા હૈ અન ભારતમાં નિર્દેશન કર્યું છે.

