Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ચાહત ખન્ના વિરુદ્ધ ૧૦૦ કરોડનો માનહાનિનો દાવો કર્યો સુકેશે?

ચાહત ખન્ના વિરુદ્ધ ૧૦૦ કરોડનો માનહાનિનો દાવો કર્યો સુકેશે?

Published : 12 February, 2023 02:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થોડા દિવસ પહેલાં ચાહતે જણાવ્યું કે સુકેશે મને તિહાડ જેલમાં પ્રપોઝ કર્યું હતું.

સુકેશ ચન્દ્રશેખર, ચાહત ખન્ના

સુકેશ ચન્દ્રશેખર, ચાહત ખન્ના


૨૦૦ કરોડના મની લૉન્ડરિંગ કેસનો મુખ્ય આરોપી સુકેશ ચન્દ્રશેખર હવે ટીવી-ઍક્ટ્રેસ ચાહત ખન્ના વિરુદ્ધ ૧૦૦ કરોડનો માનહાનિનો કેસ કરવાનો હોવાની ચર્ચા છે. થોડા દિવસ પહેલાં ચાહતે જણાવ્યું કે સુકેશે મને તિહાડ જેલમાં પ્રપોઝ કર્યું હતું. મની લૉન્ડરિંગ કેસમાં ચાહતની પણ અનેક વખત પૂછપરછ કરવામાં આવી છે. આ કેસમાં જૅકલિન ફર્નાન્ડિસ અને નોરા ફતેહીની પણ પૂછપરછ કરવામાં આવી છે. ચાહતે જણાવ્યું કે સુકેશ મારી સાથે લગ્ન કરવા માગતો હતો. સાથે જ સુકેશે એમ પણ જણાવ્યું હતું કે ચાહત માટે તેનો હસબન્ડ યોગ્ય નથી અને તે તેનાં બે બાળકોનો પિતા બનવા પણ રાજી છે. ચાહતે આવાં આપેલાં વક્તવ્યો બાદ સુકેશ તેના પર માનહાનિનો કેસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હોવાની ચર્ચા છે.


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2023 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK