૨૦૨૧ના અંતમાં તે તેના ઍક્ટિંગ ડેબ્યુ માટે મુંબઈ આવી ગઈ હતી.
સુહાના ખાન
શાહરુખ ખાન અને ગૌરી ખાનની દીકરી સુહાના ખાને હાલમાં જ તેના ફૅન્સને ઉલ્લુ બનાવ્યા છે. તેણે ઇન્સ્ટાસ્ટોરી પર પોતોના ફોટો શૅર કરીને તેના ફૅન્સને તે ક્યાં છે એ ગેસ કરવા માટે કહ્યું હતું.
બૅકગ્રાઉન્ડને જોઈને લાગી રહ્યું હતું કે તે ન્યુ યૉર્ક સિટીમાં છે. જોકે થોડા સમય બાદ તેણે ફરી બિલ્ડિંગ્સનો એક ફોટો શૅર કરીને કહ્યું હતું કે તે ન્યુ યૉર્ક સિટીમાં છે.
જોકે એના થોડા સમય બાદ એક નાનકડી ક્લિપ શૅર કરીને સુહાનાએ કૅપ્શન આપી હતી કે તે મુંબઈમાં જ છે અને એક એક્સાઇટિંગ ન્યુઝ માટે વેઇટ કરી રહી છે. તે ૨૦૧૮માં ન્યુ યૉર્કમાં શિફ્ટ થઈ હતી. તે ત્યાં ઍક્ટિંગ કોર્સ કરી રહી હતી. ૨૦૨૧ના અંતમાં તે તેના ઍક્ટિંગ ડેબ્યુ માટે મુંબઈ આવી ગઈ હતી.