સુહાનાની આ હર્મીઝ બ્રૅન્ડની મિની કેલી બૅગ અત્યારે ટ્રેન્ડિંગ છે. આ બૅગ આમ તો સામાન્ય નાની સ્લિંગ જેવી લાગે છે, પણ એની કિંમત છે બાવીસ લાખ રૂપિયા.
સુહાના ખાન
સુપરસ્ટાર શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન હાલમાં મિત્ર ખુશી કપૂર અને ઇબ્રાહિમ અલી ખાનની ફિલ્મ ‘નાદાનિયાં’ના ખાસ સ્ક્રીનિંગમાં જોવા મળી હતી. આ સ્ક્રીનિંગમાં સુહાના બ્લૅક ડ્રેસમાં સુંદર દેખાતી હતી, પરંતુ સૌથી વધારે ધ્યાન ખેંચ્યું હતું તેની ટચૂકડી હૅન્ડબૅગે. સુહાનાની આ હર્મીઝ બ્રૅન્ડની મિની કેલી બૅગ અત્યારે ટ્રેન્ડિંગ છે. આ બૅગ આમ તો સામાન્ય નાની સ્લિંગ જેવી લાગે છે, પણ એની કિંમત છે બાવીસ લાખ રૂપિયા.

