Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુહાનાએ ખેડૂત તરીકે અલીબાગમાં ખરીદી ૧૨.૯૧ કરોડની જમીન

સુહાનાએ ખેડૂત તરીકે અલીબાગમાં ખરીદી ૧૨.૯૧ કરોડની જમીન

Published : 24 June, 2023 02:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ જમીન માટે જે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે એમાં સુહાનાએ પોતાને ખેડૂત જણાવી છે.

સુહાના ખાન

સુહાના ખાન


શાહરુખ ખાનની દીકરી સુહાના ખાને અલીબાગમાં ૧૨.૯૧ કરોડની ખેતીલાયક જમીન ખરીદી લીધી છે. આ જમીન માટે જે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે એમાં સુહાનાએ પોતાને ખેડૂત જણાવી છે. આ જમીન અલીબાગના થલ ગામમાં આવેલી છે. પહેલી જૂને આ જમીન માટે રજિસ્ટ્રેશન થયું છે. આ જમીન માટે થયેલા રજિસ્ટ્રેશન પ્રમાણે આ ઍગ્ર‌િકલ્ચરલ લૅન્ડ ૧.૫ એકરની છે અને એના પર ૨૨૧૮ સ્ક્વેર ફુટનું સ્ટ્રક્ચર પણ છે. એના માટે તેણે ૭૭.૪૬ લાખની સ્ટૅમ્પ ડ્યુટી ચૂકવી છે. તે જલદી જ બૉલીવુડમાં ‘ધ આર્ચીઝ’ દ્વારા એન્ટ્રી કરી રહી છે. શાહરુખની પણ પ્રૉપર્ટી અલીબાગમાં આવેલી છે. તેના બાવનમા બર્થ-ડેનું સેલિબ્રેશન આ બંગલામાં કરવામાં આવ્યું હતું. એમાં સ્વિમિંગ-પૂલની સાથે હેલિપૅડ પણ છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2023 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK