ડિનર પછી રેસ્ટોરાંમાંથી બહાર નીકળતી વખતના તેમના ઘણા વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે.
બૉયફ્રેન્ડ અગસ્ત્ય નંદાના ફૅમિલી ડિનરમાં સ્પેશ્યલ ગેસ્ટ સુહાના ખાન
હાલમાં શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન અને અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદા સાથે ડિનર પર ગયાં હતાં. આ ડિનર અગસ્ત્યની મમ્મી શ્વેતા બચ્ચનની હાજરીને કારણે વધુ રસપ્રદ બન્યું હતું. જોકે તેમની સાથે શ્વેતાની નણંદ અને અગસ્ત્યની ફોઈ નતાશા નંદા પણ હતી. ડિનર પછી રેસ્ટોરાંમાંથી બહાર નીકળતી વખતના તેમના ઘણા વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે.
વિડિયોમાં અગસ્ત્ય અને તેની મમ્મી શ્વેતા રેસ્ટોરાંમાંથી બહાર નીકળતાં અને તેમની કારમાં બેસતાં જોવા મળે છે, જ્યારે સુહાના પોતાની કાર આવવાની રાહ જોઈ રહી છે. ફોટોગ્રાફરે આ પળને ક્લિક કરી ત્યારે સુહાના શરમાતી અને સ્મિત વેરતી જોવા મળી હતી.
ADVERTISEMENT
સુહાના અને અગસ્ત્યએ ડિરેક્ટર ઝોયા અખ્તરની OTT પ્લૅટફૉર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ધી આર્ચીઝ’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. એ પછી છેલ્લા કેટલાક સમયથી તેમની ડેટિંગની પણ ચર્ચા છે. તેઓ ઘણી વાર સાથે જોવા મળ્યાં છે. જોકે તેમણે હજી સુધી પોતાની રિલેશનશિપ સ્વીકારી નથી.

