આદર જૈન અને અલેખા અડવાણીનાં લગ્નમાં જોઈ લો બૉલીવુડ ક્વીન્સની સ્ટાઇલ
સુહાના ખાન, કરીના કપૂર, અનન્યા પાંડે અને આલિયા ભટ્ટ
કપૂરપરિવારના દોહિત્ર આદર જૈન અને અલેખા અડવાણીનાં લગ્ન બહુ ભવ્ય રીતે કરવામાં આવ્યાં છે. આ લગ્નમાં બૉલીવુડના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી અને કપૂરપરિવારના તમામ સભ્યો સજીધજીને આવ્યા હતા.
આ ફંક્શનમાં બૉલીવુડની અભિનેત્રીઓએ પોતાના લુકથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. સુહાના ખાન, અનન્યા પાંડે, કરીના કપૂર અને આલિયા ભટ્ટનાં મોંઘાંદાટ વેડિંગ-આઉટફિટ્સે લગ્નને ગ્લૅમરસ બનાવી દીધાં હતાં.
ADVERTISEMENT
સુહાનાની સ્ટાઇલ
સુહાના ખાને લગ્નમાં પહેરેલા લેહંગાની કિંમત ૨,૯૯,૫૦૦ રૂપિયા છે. આ સુંદર લેહંગો સિલ્ક અને ઑર્ગન્ઝા ફૅબ્રિકમાંથી બન્યો છે. એમાં ઝરીની દોરી અને પર્લની હૅન્ડ-એમ્બ્રૉઇડરી હતી. સુહાનાએ પોતાના લુકને એમરલ્ડ અને ડાયમન્ડ લેયર્સવાળા નેકલેસ, મૅચિંગ ઇઅર-રિંગ્સ અને નાનકડી બિન્દી સાથે કમ્પ્લીટ કર્યો હતો.
અનન્યાનો અનોખો લુક
અનન્યા પાંડેનો વેડિંગ-લુક પણ બહુ ચર્ચામાં રહ્યો છે. તેણે સાડી-સેટ પહેર્યો હતો જેની કિંમત ત્રણ લાખ રૂપિયા છે. સિલ્વર અને વાઇટ ટોનની સાડી પહેરીને તેણે ડાયમન્ડ જ્વેલરી અને એક સ્ટેટમેન્ટ પોટલી બૅગનું કૉમ્બિનેશન કરવાનું પસંદ કર્યું હતું.
કરીના કપૂરનો રેડ હૉટ લુક
કરીના કપૂર ક્લાસી ફૅશન-સેન્સ માટે જાણીતી છે. તેણે આ લગ્ન માટે ટ્રેડિશનલ રૉયલ લુક પસંદ કર્યો હતો. તેણે રેડ વિલા સાડી પહેરી હતી જેની કિંમત દોઢ લાખ રૂપિયા છે. બેબોએ આ સાડી સાથે એમરલ્ડ નેકલેસ પહેર્યો હતો.
ગ્રેસફુલ આલિયા
આલિયા ભટ્ટ તેના ગ્રેસફુલ લુકને કારણે આ લગ્નમાં છવાઈ ગઈ. તેણે પિન્ક એમ્બેલિશ્ડ સાડી પહેરી હતી. એની સાથે તેણે ધ હૅરિટેજ કલેક્શનનો નેકલેસ પહેર્યો હતો. તેણે પોતાનો લુક મિનિમમ રાખ્યો હતો છતાં તેની સુંદરતા બહુ સારી રીતે હાઇલાઇટ થતી હતી.

