રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી જેવા સિતારાથી સજ્જ ફિલ્મ `સ્ત્રી 2` આ વખતે આઝાદીના અવસરે એટલે કે 15 ઑગસ્ટના રિલીઝ થશે. આજે આ ફિલ્મનું ટીઝર મેકર્સે જાહેર કરી દીધું છે. ટીઝર ખૂબ જ રસપ્રદ છે.
તસવીર સૌજન્ય મિડ-ડે
રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી જેવા સિતારાથી સજ્જ ફિલ્મ `સ્ત્રી 2` આ વખતે આઝાદીના અવસરે એટલે કે 15 ઑગસ્ટના રિલીઝ થશે. આજે આ ફિલ્મનું ટીઝર મેકર્સે જાહેર કરી દીધું છે. ટીઝર ખૂબ જ રસપ્રદ છે. થોડાક દિવસ પહેલા `સ્ત્રી 2`નું ટીઝર ઑનલાઈન લીક થઈ ગયું હતું. જો કે, ઑફિશિયલી આજે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.
ફિલ્મ `સ્ત્રી 2`નું ટીઝર 14 જૂનના ફિલ્મ `મુંજ્યા` સાથે અટેચ કરવામાં આવ્યું હતું. સિનેમાઘરોમાં `મુંજ્યા` જોવા પહોંચેલા દર્શકોને આ ટીઝર જોવાની તક મળી. આ દરમિયાન કોઈએ આ રેકૉર્ડ કરીને સોશિયલ મીડિયા પર લીક કરી દીધો હતો. પણ, આજે મંગળવારે 25 જૂનના ઑફિશિયલી આ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
રાજકુમાર રાવે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા ટીઝર જાહેર થવાની માહિતી આપતા લખ્યું છે, "આ વખતે ચંદેરીમાં આઝાદી બાદ થશે આતંક! લેજેન્ડ્સ પાછા આવી ગયા છે. આ સ્વતંત્રતા દિવસે" આ ફિલ્મ 15 ઑગસ્ટના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
સોશિયલ મીડિયા પર ટીઝર રિલીઝ થયા બાદ દર્શકોની પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ ગઈ છે. દર્શકો આ ટીઝરને આ વર્ષનું અત્યાર સુધીનું બેસ્ટ ટીઝર ગણાવી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, `ઓ સ્ત્રી જલ્દી આના`. અન્ય એક યૂઝરે લખ્યું, "યે સ્ત્રી સબકી ફેવરેટ બન ચૂકી હૈ." તો કેટલાક યૂઝર્સ ટીઝરને યૂટ્યૂબ પર અપલોડ કરવાની પણ ડિમાન્ડ કરી રહ્યા છે.
ફિલ્મ `સ્ત્રી 2`નું નિર્દેશન અમર કૌશિકે કર્યું છે. તો, આનું નિર્માણ દિનેશ વિજાનની મૈડૉક ફિલ્મ્સ કરી રહ્યા છે. બૉક્સ ઑફિસ પર પણ આ ફિલ્મને ક્લેશનો સામનો કરવો પડશે. શ્રદ્ધા અને રાજકુમાર રાવની `સ્ત્રી 2`નો સામનો અક્ષય કુમારની `ખેલ-ખેલ મેં` અને જૉન અબ્રાહમની `વેદા` સાથે થશે.
2018ની સરપ્રાઈઝ હિટ `સ્ત્રી`ની સીક્વલની રાહ જોઈ રહ્યા હતા. મેકર્સે જ્યારે જણાવ્યું કે આ ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થવાની છે તો ઑડિયન્સની એક્સાઈટમેન્ટ હજી વધારે વધી ગઈ છે. મેકર્સે `સ્ત્રી 2`નું ટીઝર, હૉરર યૂનિવર્સની લેટેસ્ટ ફિલ્મ `મુંજ્યા` સાથે થિયેટર્સમાં તો બતાવ્યું છે, પણ અત્યાર સુધી આને ઈન્ટરનેટ પર શૅર કરવામાં આવ્યું નહોતું.
હવે ફાઈનલી `સ્ત્રી 2`નું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને આને જોઈને લોકોને ચંદેરીની તે સ્ટોરી ફરીથી યાદ આવી જશે, જેમાં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, અપારશક્તિ ખુરાના, અભિષેક બેનર્જી અને પંકજ ત્રિપાઠીએ માહોલ બનાવ્યો હતો.
સ્ત્રી 2નું ટીઝર શ્રદ્ધાના આવવાથી શરૂ થાય છે. ઘરની આગળ બચાવ માટે `ઓ સ્ત્રી કલ આના`ને એક હાથ કાળા કલરના પેઇન્ટથી કાપી રહ્યું છે અને ચંદેરીમાં ભૂતિયા આતંકનું આગમન થયું છે.
`સ્ત્રી 2`ના ટીઝરમાં તમન્ના ભાટિયા પણ એક ગીતમાં જોવા મળી રહી છે અને તે પણ સ્ત્રીના આતંકથી ડરેલી જોવા મળી રહી છે. ટીઝર જોઈને લાગી રહ્યું છે કે આ વખતે સ્ટોરીમાં કૉમેડીની સાથે ભય વધારે જોવા મળશે. જો કે, પહેલી ફિલ્મની કાસ્ટમાંથી લગભગ બધા મુખ્ય પાત્ર, `સ્ત્રી 2`ના ટીઝરમાં પણ જોવા મળી રહ્યા છે. લગભહ મેકર્સે કૉમેડીવાળા સીન્સ ટ્રેલરમાં વધારે મૂકવાનો પ્લાન બનાવ્યો હશે.

